પ્રેમિકાએ લગ્નની વાત ટાળતા યુવકને લાગી આવતા આપઘાત

આણંદ, વિદ્યાનગરના બાકરોલ પાસે પીજીમાં રહેતા યુવકે પ્રેમિકા સાથે લગ્ન નહીં થાય તેવુ મનમાં લાગી આવતા આપઘાત કર્યાે હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ નડિયાદના રેલવે ક્રોસિંગ પાસે આવેલી પાર્થ સોસાયટીમાં રહેતા રૂદ્રાક્ષ વિનોદ પંચાલ વિદ્યાનગરની બાકરોલની રામબાગ પાસે પીજીમાં રહેતો હતો અને વિદ્યાનગરની કંપનીમાં નોકરી કરતો હતો. રૂદ્રાક્ષ પંચાલને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
યુવતીને લગ્ન કરવાની યુવકે વાત કરી હતી. પરંતુ યુવતીએ લગ્ન કરવાની વાત ટાળી હતી. લગ્ન નહીં થાય તેવુ મનમાં લાગી આવતા રૂદ્રાક્ષ પંચાલે ગઇકાલે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઇ આપઘાત કર્યાે હતો અને આસપાસના લોકોને ઘટનાની જાણ થતા એકત્ર થયા હતા.
વિદ્યાનગર પોલીસને જાણ કરતા દોડી આવી હતી અને મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે કરમસદની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી.SS1MS