નિકોલમાં લગ્નની લાલચ આપી યુવકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું

Files Photo
અમદાવાદ, નિકોલમાં સોશિયલ મીડિયા થકી સગીરાને એક યુવક સાથે સંપર્ક થયો હતો. બાદમાં યુવકે સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ટ્યૂશનથી ઘરે ન આવતા તપાસ કરતા તે યુવક સાથે મંદિરે દર્શન કરવા જતી રહી હતી. જ્યારે માતા-પિતાએ ૧૫ દિવસ પહેલા પણ સગીરાને મોબાઇલમાં યુવક સાથે વાતચીત કરતા પકડી હતી.
આ અંગે સગીરાના પિતાએ યુવક સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કઠવાડામાં રહેતા સગીરાના માતા-પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ૨૬મેએ પતિ-પત્ની નોકરી પર ગયા હતા તે સમયે ૧૬ વર્ષની સગીર પુત્રી અને સગીર પુત્ર ઘરે હતા.
સગીરા ટ્યુશન જવા ઘરેથી નીકળી હતી, પરંતુ ઘણો સમય થવા છતાં ઘરે આવી ન હતી. જેથી સગીરાના ભાઇએ ફોન કરીને માતાને જણાવ્યું હતું. જે બાદ માતા-પિતા ઘરે આવીને સગીરાની શોધખોળ કરી, પરંતુ મળી ન હતી. ૧૫ દિવસ પહેલા સગીરાને મોબાઇલમાં કેવલ મકવાણા સાથે વાતચીત કરતા માતા-પિતાએ પકડી હતી અને ઠપકો આપ્યો હતો. જેથી કેવલને ફોન કરતા સગીર પુત્રીએ ઉપાડીને કહ્યું કે, અમે મરતોલી મંદિરે દર્શન કરવા આવ્યા છીએ થોડીવારમાં આવીએ છીએ.
ત્યારબાદ સગીરા પરત આવી ત્યારે તેને પૂછતા જણાવ્યું કે, ત્રણ મહિના પહેલા કેવલ સાથે સંપર્ક થયો હતો અને બંને એકબીજા સાથે વાતો કરતા હતા. એક મહિના પહેલા માતા-પિતા ન હોવાથી કેવલ સગીરાના ઘરે આવ્યો અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ ગત ૨૬મેએ કેવલ ફ્લેટ નીચે આવીને સગીરાને લઇને ગયો હતો. આ અંગે પિતાએ કેવલ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.SS1MS