Western Times News

Gujarati News

જામનગર: યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રમે છે રાસ

જામનગર, જામનગરમાં ૭૨ વર્ષથી ચાલતી પરંપરા આજે પણ યથાવત છે. શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જામનગરમાં થતા આ રાસ ગરબાને જાેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે.

જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા ર્માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે. જામનગરના રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા ૭૨ વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજૂ થતાં મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે. આ રાસ નિહાળવો લોકોને ખૂબ પસંદ પડે એવો છે.

વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેળિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. જામનગરમાં પટેલ સમાજના ચોકમાં લગભગ છેલ્લા ૭૨ વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજૂ થતાં તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે. જામનગરના રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની જામનગર વાસીઓ ભારે પ્રસંશા કરતા હોય છે.

હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘૂમતા ખૈલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે. શિવાજીના હાલરડાં અને ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ના ગીતો સાથે યુવાનો જાેમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે. જામનગરના રણજીત નગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે.

મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત મશાલ રાસ દરમિયાન યુવાનો સવસ્તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.