Western Times News

Gujarati News

તમારું સકારાત્મક વલણ સફળતાની ગેરન્ટી છે

જીવનમાં આગળ વધવા માટેની પ્રથમ લાયકાત પ્રથમ પગથિયું હોય છે. જાે તમે સક્ષમ છો. લાયક છો. તો યોગ્ય રીતે કામ કરી શકશો. લોકોને સારી રીતે મેનેજ કરી શકશો. પરિસ્થિતિનો સારા રીતે સામનો કરી શકશો. ક્ષમતામાં જ્યારે વધારો થાય છે તો તમે પોતાને જીવનના તમામ પાસામાં આગળ વધારી શકો છો. પર્વતારોહક એડમન્ડ હિલેરીએ તેનસિંગ શેરપા સાથે હિમાલય સર કરવાનો દ્રઢ નિશ્ચય કર્યાે હતો. ચઢાઈ શરૂ કરી.

પરંતુ કેટલાક કારણોસર તેમને ત્રીજા બેઝકેમ્પથી જ પરત આવવું પડ્યું. ત્યાંથી હિમાલયનો શીખર દેખાઈ રહ્યો હતો. પરત ફરીને એડમન્ડ હિલેરીએ ફરી એવરેસ્ટ સામે જાેઈને કહ્યું, ‘હું ફરી પાછો આવીશ અને તને સર કરીશ. કેમ કે પર્વત હોવાને કારણે તું અહીંજ રહેવાનો છે, પરંતુ મનુષ્ય હોવાને કારણે હું આગળ વધી શકું છું.’

મનુષ્ય હોવાને કારણે આપણા અંદર ખુદને ઉપર લઈ જવાની ક્ષમતા હોય છે. પરંતુ જાે આપણે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરતાં નથી તો જીવન નક્કામું છે. તમે પોતાના અંતિમ શ્વાસ સુધી પણ પોતાને સુધારાની દિશામાં લઈ જઈ શકો છો. જાે આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખીશું તો પરિવર્તનની શરૂઆત નક્કી છે. આપણામાંથી મોટાભાગના લોકો પોતાની ક્ષમતાઓને સંપૂર્ણપણે જાણ્યાવ ગર આ દુનિયામાંથી વિદાય લઈ લે છે. આપણે ૭૦-૮૦ વર્ષ જીવીએ છીએ.

પરંતુ પોતાની છુપી પ્રતિભાને જાણી શકતા નથી. આલ્બર્ટ આઈન્સ્ટીન આ દુનિયાના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ મનાય છે.તેમણે પણ પોતાના મગજનો માત્ર ૨૩ ટકા ઉપયોગ કર્યાે હતો. હવે વિચારો, તમે પોતાના મગજના કેટલાક ભાગનો ઉપયોગ કરી રહ્યા છો.

વર્ષ ૧૯૯૦ સુધી કંપનીઓના ટોચના મેનેજમેન્ટના મગજમાં જિજ્ઞાસાં હતી કે, સૌથી વધુ લાયકાત અને સંસાધન હોવા છતાં કેમ કેટલાક લોકો એટલા સફળ થતા નથી કે કેટલીક વાર નિષ્ફળ થી જાય છે. જ્યારે કેટલાક લોકો ઓછા સંસાધન હોવા છતાં પણ સફળ થઈ જાય છે.

મેનેજમેન્ટ ગુરુને પછી સમજાયું કે, બધાં સંશાધન હોવા છતાં સફળ સુનિશ્ચિત થતી નથી.તો પછી સફળતાની ગેરન્ટી કઈ છે? જવાબ મળ્યો કે, સંસાધન ઓછો હોય કે વધુ યોગ્ય એટિટ્યૂડ જ સફળતાની ગેરન્ટી છે. પોતાની લાયકાત અંગે સકારાત્મક વલણ, હું કરી શકું છું વાળો એટિટ્યૂડ. પોતાની ક્ષમતા પર વિશ્વાસ મુકીને જ તમે આગળ વધી શકો છો.

પોતાની ક્ષમતામાં વૃદ્ધિ કરવાનું એક બીજું પાસું છે, સમય ખરાહ કરતી એવી ગતિવિધિઓ પર લગામ કસવી, જે તમારી ક્ષમતાને વધારવામાં કોઈ યોગદાન આપતી નથી. દેશના પ્રખ્યાત બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદનો એક ઈન્ટરવ્યુ મેં વાચ્યો છે. ગોપીચંદે જ પી.વી. સિંધુ અને સાઈના નેહવાલને કોચિંગ આપ્યું છે. ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ઓલિમ્પિકથી આઠ મહિના પહેલાં તેમણે સાઈના અને સિંધુ પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. હું ઈચ્છતો ન હતો કે ઓલિમ્પિક ગોલ્ડ સિવાય તે કોઈ બીજી બાબત પર ફોક્સ કરે.

બંને એ તેમના નિર્ણયનું સન્માન કર્યું અને આઠ મહિના મોબાઈલ વગર રહી. તમે પોતાના જીવનમાં મોબાઈલ વગર ૮ મિનટિની કલ્પના કરો. આઠ મિનિટ તો વધુ છે, ત્રણ મિનિટમાં પણ જાે મોબાઈલ ન જાેઈએ તો એવું લાગશે જાણે કે તમે ડિસ્ચાર્જ થઈ ગયા છો. તમારી પૂર્ણ ક્ષમતાને બહાર લાવવા, તમને ગેરમાર્ગે લઈ જતી વસ્તુઓથી દૂર રહેવા.

કેટલીક વિચાર પ્રક્રિયાઓથી, કેટલાક ગેઝેટેસથી અંતર બનાવવું પડશે. જાે તમે એક સકારાત્મક પગલું નહીં ભરે તો ચાલશે, પરંતુ જે એક નકારાત્મક પગલું ભર્યું તો તમે કેટલાંક એક સકારાત્મક પગલું નહીં ભરે તો ચાલશે, પરંતુ જે એક નકારાત્મક પગલું ભર્યું તો તમે કેટલાંક પગથિયાં નીચે આવી જાઓ છો. એટલે પોતાની ક્ષમતા વધારવા તરફ ધ્યાન આપવું પડશેેે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.