શિવાજી મહારાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ યુવકની ધરપકડ
અમદાવાદ, ગુજરાતના વડોદરા શહેરમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેની પર છત્રપતિ શીવાજી મહારાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે જયારે આ વ્યક્તિએ શિવાજી અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી ત્યારે તેની વીડિયો બનાવી લેવામાં આવી હતી.
અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવી હતી. આરોપીની ઓળખ આર્યન પટેલ તરીકે કરવામાં આવી છે. આરોપીએ પોતાના મિત્ર સાથે થયેલી એક દલીલ વખતે શિવાી મહારાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. પોલીસ અધિકારી એ.યુ. ગોહિલે જણાવ્યું હતું કે,
આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગત રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. દિપક પાલકર નામક વ્યક્તિએ આર્યન પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપીએ જાહેર સ્થળે છત્રપતિ મહારાજ વિશે અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો
જેથી લાગણી દુભાઈ છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેને સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીનો વીડિયો મળ્યો હતો જેમાં સાર્વજનિક રીતે શિવાજી મહારાજનું અપમાન કરવામાં આવ્યું હતું.