ફોર સેલ ઇન હરીયાણાની વ્હીસ્કીના 191 ક્વાટર સાથે યુવક ઝડપાયો

કમળા ગામેથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જીલ્લામા જુગાર તથા દારૂની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ , પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ્ નાઓ ધ્વારા પવિત્ર શ્રાવણ માસ અન્વયે જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પ્રોહી તેમજ જુગારની ખાસ ડ્રાઇવ રાખેલ જે આધારે ના.પો.અધિ.સા . નડીયાદ વિભાગ નડીયાદ નાઓના દ્વારા આપવામાં આવેલ
પ્રોહી જુગારડ્રાઇવ અન્વયે વધુમા વધુ પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સુચના આવામા આવેલ હોય જે આધારે વી.પી.ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર નફીયાદ રૂરલ નાઓની સીધી સુચના અને માગૅદર્શન મુજબ નડીયાદ રૂરલપો.માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
દરમ્યાન અ.હેઙ.કો.પરેશભાઇ ક નાઓને મળેલ બાતમી હકીકત આધારે કમળા ગામેથી એક આરોપીને પોતાના રહેણાંક મકાનની બાજુમાંથી વગર પાસ – પરમીટનો ભારતીય બનાવના પરપ્રાંતની વિદેશી દારૂની કુલ મોટી બોટલ મેકડોલ્સ નંબર
વન વીસ્કી ઓરીજીનલ ફોર સેલ ઇન હરીયાણાની ૭૫૦ મી.લી.ના બોટલ નંગ -૩૬ કિ.રૂ. કિ.રૂ .૨૧,૬૦૦ / – તથા ભારતીય બનાવટ્ના પરપ્રાંતની વિદેશી દારૂની નાની બોટલ મેકડોલ્સ નંબર વન વીસ્કી ઓરીજીનલ ફોર સેલ ઇન હરીયાણાની ૧૮૦ મી.લી.ના કાચના ક્વાટર નંગ -૧૯૧ કિ.રૂ. કિ.રૂ .૨૮,૬૫૦ / – તથાઅંગજડતીમાંથી એક ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ .૧૦,૦૦૦ / – મળી કુલ્લે કિ.રૂ. ૬૦,૨૫૦ / – નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પકડાયેલ ઘૂસમ વિરુધ્ધ પ્રોહી . એક્ટ કલમ – ૬૫ – ઇ , ૧૧૬ – બી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નડીયાદ રૂરલ પોલીસ .