Western Times News

Gujarati News

વડોદરામાં પડોશી સાથેના ઝઘડામાં માથામાં ઇજા થતાં યુવકનું મોત

વડોદરા, વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ભેંસાસુર નગરમાં બે પાડોશીઓ વચ્ચે ઘર પાસે ખાડો ખોદવા મુદ્દે બોલાચાલી થઈ હતી.

ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને વચ્ચે ઝપાઝપી થતા પિયુષ ઠાકોરને ઝપાઝપી દરમિયાન ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. જેમાં તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે પાડોશી યુવક સહિત તેની માતા અને પત્નીને ઝડપી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી.

પોલીસે સાળા-બનેવી તથા સાળાની પત્ની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ભેંસાસુર નગરમાં રહેતા પિયુષભાઇ ઠાકોર તથા પ્રવીણભાઇ પંચાલ જમીનમાં ખાળકૂવો ખોદવા મુદ્દે બે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો.

બંને પાડોશીએ સામસામે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા. તે દરમિયાન પિયુષ ઠાકોરને ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. જેમાં માથાના ભાગે ઇન્ટર્નલ ઇન્જરી થવાના કારણે તેમાં બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા.

જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પિયુષ રાઠોડને મૃત જાહેર કર્યાે હતો.ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ દોડી આવી હતી. પોલીસે દ્વારા લાશનું પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ પોલીસે દ્વારા પાડોશી પંકજ પંચાલ તેમની માતા અને પત્નીને પોલીસે સ્ટેશન ખાતે લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરીટ લાઠીયા પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસે બનાવના મામલે પ્રવીણ મોહનભાઇ પંચાલ તેમના પત્ની શીતલ પંચાલ તથા પ્રવીણભાઇના બનેવી રમેશ છગનભાઇ સિકલીગર (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, સમતા, વડોદરા) સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.