આ રક્ષાબંધને તમારી બહેનને યુથ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ‘કેર પ્લસ’ ભેટમાં આપો
· કેર હેલ્થ ઇન્શ્યોરન્સ આ રક્ષાબંધને તમારી બહેનને આરોગ્યની ચિંતાઓ સામે આજીવન રક્ષણ આપે તેવી સાર્થક ભેટ આપવાની ભલામણ કરે છે. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના અહેવાલ પ્રમાણે છેલ્લાં એક વર્ષમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ઉદ્યોગે 32 ટકાનાં દરે વૃધ્ધિ કરી છે. તેનો અર્થ એ થયો કે આરોગ્ય અંગેની જાગૃતિમાં તીવ્ર વધારો થયો છે.
નવી દિલ્હી, રક્ષાબંધનના હાર્દમાં બહેનની કાળજી અને સલામતીની ભાવના હોવાથી કેર હેલ્થ ઇન્શ્યોરન્સે તમારી બહેનને સાર્થક ભેટનાં વિકલ્પ તરીકે ‘કેર પ્લસ-યુથ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન’ની ભલામણ કરી છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ આજે લોકો માટે હેલ્થકેર ચિંતાનું પ્રાથમિક કારણ હોવાથી કેર હેલ્થ ઇન્શ્યોરન્સ આરોગ્યની ઇમરજન્સી સામે આજીવન રક્ષણ માટે સર્વગ્રાહી હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવાનું મહત્વ સમજે છે.
જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે તેનાં અહેવાલમાં નિર્દેશ કર્યો છે કે છેલ્લાં એક વર્ષમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીએ 32 ટકાની વૃદ્ધિ કરી છે, જેન કારણે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાનાં પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. એનો અર્થ એ થયો કે વધુને વધુ લોકો ભવિષ્યમાં આરોગ્યની સલામતી મેળવી લેવામાં શાણપણ છે. જો કે, તેનાંથી પણ વધુ મહત્વની વાત અને હકીકત તો એ છે કે વ્યક્તિએ હેલ્થ કવરેજ લેવું જોઇએ. હેલ્થ ઇન્શ્યોરન્સથી તમને અણધારી મેડિકલ ઇમરજન્સીમાં ગુણવત્તાપૂર્વક હેલ્થકેર મળે છે.
આ અંગે ટિપ્પણી કરતા કેર હેલ્થ ઇન્શ્યોરન્સના ડિરેક્ટર અને હેડ-રિટેલ અજય શાહે જણાવ્યું હતું કે, “તમે તમારી બેનને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ગિફ્ટમાં આપતા હોવ ત્યારે તમે તેનાં ભવિષ્ય અંગે વિચારતા હોવ છો, અને શક્ય લાભાલાભ જરૂરી હોય છે.
ઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન, પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન કવરેજ, નોન-ક્લેમ બોનસ વગેરે પરિબળોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જરૂરી છે. ‘કેર પ્લસ-યુથ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન’ દ્વારા તમે પ્રાઇમરી ઇન્શ્યોર્ડ મેમ્બર માટે પર્સનલ એક્સિડન્ટ કવરેજ, અનલિમિટેડ રિચાર્જ અથવા સમ એશ્યોર્ડ (જેનો ઉપયોગ એ જ વ્યક્તિ એ જ બિમારી માટે કરી શકે છે) ઉપરાંત દર વર્ષે સમ ઇન્શ્યોર્ડમાં ઇન્ફ્લેશન એડજસ્ટેડ વધારા જેવા ફિચર ઓફર કરે છે.”
‘કેર પ્લસ-યુથ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન’ તમને અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ પણ આપે છે. એટલે કે તમે 36 વર્ષની ઉંમર પહેલાં વીમો ઉતારો તો તમને 40 વર્ષની ઉંમર પછી તમામ રીન્યુઅલ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તમારી બહેનને બિનઆયોજિત મેડિકલ ખર્ચને આવરી લેતી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીની ગિફ્ટ તેમની કાળજી લેવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. આ રક્ષાબંધને તેમનું રક્ષણ કરીને તેનાં ભાવિ આરોગ્યમાં રોકાણ કરીને સંદેશો આપો કે તમે તેની કાળજી લઈ રહ્યા છો.
મેડિકલ ઇમરજન્સી સામેનાં હેલ્થ ઇન્શ્યોરન્સ અંગેનાં વૈવિધ્યસભર વિકલ્પો જાણવા ક્લિક કરોઃ https://www.careinsurance.com/