Western Times News

Gujarati News

ઇસનપુરમાં ૫૦ રૂપિયા માટે યુવકની હત્યા

(એજન્સી)અમદાવાદ,ઇસનપુરમાં રૂ ૫૦ માટે એક યુવકને છરીના ઘા ઝીકીને કરાઈ હત્યા છે. આ ઘટનામાં પોલીસે એક સગીર સહિત ૩ આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીની અદાવતમાં આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ત્યારે મનમાં હવે સવાલ થાય છે કે કોણ છે આ આરોપીઓ કે જેણે માત્ર ૫૦ રૂપિયા માટે હત્યા જેવા ગુનાને અંજામ આપ્યો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસે ધરપકડ કરેલ આરોપીનું નામ શુભમ રાજપૂત અને શિવમ બાથમ છે. કે જેણે રૂ ૫૦ માટે એક યુવકની હત્યા કરી દીધી છે. ઘટનાની ઘટના વિશે જાણીએ તો ઇસનપુર વિસ્તારમાં ૩૦ વર્ષીય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

નિલેષને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન નિલેશ ભાઈનું મૃત્યુ થયું. પોલીસે આ હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ચેક કરતા બાઈક પર આવેલા આરોપીને મૃતકની બહેન ઓળખી જતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને સગીર સહિત ૩ની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધંધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસે રૂ ૫૦ લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા આપતો ન હતો. જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીંકી દીધા. પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેઓને ઓળખી ગઈ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.