Western Times News

Gujarati News

કડી સર્વ વિશ્વ વિધાલયના યુવાનો હૈદરાબાદ ખાતે આયોજિત “હોપ ફોર યુવા” કાર્યક્રમમાં જોડાયા

હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા કાન્હા શાંતિવનમ, હૈદરાબાદ ખાતે આયોજિત “હોપ ફોર યુવા” કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની ૧૦ કોલેજોના ૧૦૦ વિદ્યાર્થીઓ અને ૫ અધ્યાપકશ્રીઓ એ ભાગ લીધો જેમાં વિધાર્થીઓને જીવન લક્ષી મુલ્યો, આધ્યાત્મિક મુલ્યો, નૈતિક મુલ્યો અને વ્યવહારિક મુલ્યો આધારિત વિવિધ વ્યાખ્યાનો અને પ્રવૃત્તિઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. Youth of Kadi Sarva Vishwa Vidhalaya participated in “Hope for Youth” program organized at Hyderabad

આ કાર્યક્રમમાં વિવિધ ટ્રેનરશ્રીઓ દ્વારા જેમાં રામાના વેમુરી, શ્રી નમન કામદાર, શ્રી સતનામ બક્ક્ષી તથા શ્રી પ્રસન્ના રઘુનાથન દ્વારા  સહજ માર્ગ આધારિત હૃદય કેન્દ્રિત ધ્યાન પદ્ધતિ જેવી કે “ હાર્ટફુલનેશ રીલેક્ષેસન, હાર્ટફુલનેશ ધ્યાન, હાર્ટફુલનેશ સફાય, અને હાર્ટફુલનેશ પાર્થના” અંગે વિધાર્થીઓને પ્રાયોગિક વર્ગોના માધ્યમથી અનુભવ કરાવવામાં આવ્યો હતો.

આ વર્કશોપ દરમ્યાન ધ્યાન, યોગ-આસન દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, બૌદ્ધિક કુશળતા, સમય પાલન, શ્રમદાન, પ્રશ્નોત્તરી, જૂથચર્ચા, વ્યાખ્યાનો, વાંચન, મનન અને ચિંતન જેવા વિવિધ પાસાઓ વિધાર્થીઓને મુખ્યત્વે શીખવા મળ્યા હતા. યુવાનોમાં જીવન લક્ષી  મુલ્યો જેવાકે અસ્મિતા, પ્રમાણિકતા, નીતિમત્તા, ભાવમયતા, કાર્ય પ્રવીણતા, નિયમિતતા, તેજસ્વીતા, તન્મયતા અને તત્પરતા જેવા ગુણોનું સિંચન કરવામાં આવ્યું હતું,

જીવનમાં સંબંધોનું મહત્વ સમજાવતા ગુરુ, માતા-પિતા, અતિથી, આચાર્યો, ઋષિમુની-સંતો અને મહાપુરુષો પ્રત્યે આદરભાવ કેળવી  તેમના ધ્યેયને આગળ ધપાવવા માટે યુવા પેઢીની નૈતિક, અધ્યાત્મિક ફરજો અને જવાબદારીઓ માટે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. ભારતીય વૈદિક સંસ્કૃતિના મહાકાવ્યો જેવાંકે  રામાયણ, મહાભારત અને

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જેવા પવિત્ર ગ્રંથનો  પરિચય કરાવતા વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ પ્રેમ નિર્માણ થતો જોવા મળ્યો હતો. વર્કશોપ દરમ્યાન વિવિધ માનસિક અને શારીરિક રમતો, નૃત્ય, ગરબાનું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું.વર્કશોપના અંતિમ દિવસે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં સર્વ વિદ્યાલય પરિવાર વતી ડો. સેજલ આચાર્ય દ્વારા આભાર પ્રગટ કરાયો હતો.

જીવન પરિવર્તનની અમુલ્ય તક નિઃશુલ્ક આપવા બદલ ભાગ લેનાર વિધાર્થીઓએ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભ ભાઈ પટેલ સાહેબનો હૃદય પૂર્વક આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જ્યારે સફળતાપૂર્વક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સર્વ વિદ્યાલયના તમામ સેલના ડાયરેક્ટરશ્રીઓ દ્વારા તમામ યુવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ડો. ધર્મેન્દ્ર પટેલ, ડૉ. સેજલ આચાર્ય,  કાર્તિક પંચાલ, સુરજ મુંજાણી, ભાવિક પંડ્યા, હિરલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.