Western Times News

Gujarati News

37 વર્ષના પાડોશીએ સગીરા પર અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું

સગીરાને પેટમાં દુઃખાવો ઉપાડતા સારવાર અર્થે લઈ જતા સોનોગ્રાફીમાં બે મહિનાનો ગર્ભ હોવાનો ફૂટ્યો ભાંડો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકમાં પાડોશી પરિણીત એક સંતાનના પિતાએ પોતાના જ વિસ્તારમાં રહેતી સગીરા ઉપર દાનત બગાડી તું મને બહુ ગમે છે તેમ કહી ગાયત્રી મંદિર નજીકના બાવળિયામાં તથા અન્ય અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારતા સગીરાના પેટમાં બે મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફુટતા સગીરાના પરિવારજનોએ નરાધમ પાડોશી સામે બળાત્કાર પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે તેની ધાર પગાર કરી લીધી છે.

પાડોશી પ્રથમ સગો હોય તેવું માનવામાં આવે છે પરંતુ પાડોશી જ હેવાન બને તો ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં પાડોશીએ જ પાડોશીની સગીર દીકરી પર દાનત બગાડી પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

અંકલેશ્વર શહેરમાં રહેતા એક સંતાનના પિતા અને ૩૭ વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

અંકલેશ્વરના એક વિસ્તારમાં એક સંતાનના પિતાએ પાડોશમાં રહેતી સગીરાને તું મને ગમે છે. કહી વારંવાર પ્રપોઝ કરી પ્રેમજાળમાં ફસાવી વિવિધ સ્થળે મળવા માટે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો.

જેને લઈ પેટમાં દુખાવો શરુ થતા માતા દ્વારા તેને તેને હોસ્પિટલ લઈ જતા જ તબીબ પરીક્ષણમાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્‌યા હતા.

સગીરાના પેટમાં ગર્ભ કોનો તેવી પૂછપરછ કરતા તેણીની સાથે બદકામ કરનાર પાડોશી પરિણિત અલ્પેશ સૂરતી દ્વારા તેને પ્રેમજાળમાં ફસાવીને તેણીની મરજી વિરુદ્ધ અનેક વાર શરીર સંબંધ બાંધ્યા હોય અને તે હંમેશા કહેતો કે બધું હું સંભાળી લઈશ તેમ કહી વારંવાર દુષ્કર્મ આચાર્ય હોવાના આક્ષેપ સાથે સગીરાએ માતા સાથે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી નરાધમ એક સંતાનના પિતા અલ્કેશ સુરતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે ગણતરીના સમયમાં નરાધમ અલ્કેશ સુરતીને ઝડપી પાડી તબીબ પરીક્ષણ કરાવી સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા.તેમજ પોલીસ દ્વારા સગીરાને જે સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જઈ સ્થળ નિરીક્ષણ કરવા સાથે પંચનામા કરી તપાસ શરુ હતી.

એક સંતાનના પિતા અલ્કેશ સુરતીએ સગીરા પાસે સોશ્યલ મીડિયાના માધ્યમથી તેના અભદ્ર ફોટા પણ મંગાવ્યા હોય તેના આધારે બ્લેક મેલ કરતો હોવાનું સામે આવ્યું હોવાના પગલે તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.