ચોકલેટ ખાવા માટે મોબાઈલ ચોરી કરતો યુવક રીઢો ગુનેગાર બન્યો
ટ્રેનમાં ચોરી કરતો રીઢો ચોર ઝડપાયો
(એજન્સી)અમદાવાદ, બાળપણમાં ચોકલેટ ખાવા માટે મોબાઈલ ચોરીના બે વખત ગુના આચરી ચુકેલો આરોપી જ્યારે પુખ્ત વયનો થયો ત્યારે પણ મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપતો હતો.
કાલુપુર રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મૂળ બોરસદનો રહેવાસી સાબિર ઉર્ફે રેહાન શેખ (ઉં.૧૮)ને ચોરીના ૨૧ મોબાઈલ સાથે ધરપકડ કરીને રેલવે પોલીસે કુલ ૧૧ ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
ચોકલેટ ખાવા માટે ૨ મોબાઈલ ચોરી કરેલા કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એચ.ગઢવી અને તેમની ટીમે રેલવેમાં થતી મોબાઈલ અને પર્સ ચોરીના ૧૧ ગુનાનો ભેદ ઉકેલીને ૨૧ મોબાઈલ સાથે રીઢા ચોરની ધરપકડ કરી છે. મૂળ આણંદ તાલુકાના બોરસદ ગામનો વતની સાબિર ઉર્ફે રેહાન શેખની ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી કે આરોપી જ્યારે જુવેનાઈલ હતો.
ત્યારે ચોકલેટ ખાવાનો શોખીન હતો, માટે ૨ વખત મોબાઈલ ચોરીના ગુનામાં ધરપકડ કરીને બાળ સરક્ષણ ગૃહમાં ખાતે મોકલાયો હતો. જોકે તે બાળ સરક્ષણ ગૃહમાંથી પણ ફરાર થઈ ગયો હતો. આરોપી જુવેનાઈલ હતો ત્યારે ચોકલેટ ખાવાનો શોખ હોવાથી મોટાભાગે લેડીઝના પર્સ ચોરતો હતો કારણ કે તેમાં રોકડા રૂપિયા મળી રહેતા જેનાથી સરળતાથી તે તેની ઈચ્છા પૂરી કરી શકતો હતો.
ત્યારબાદ આરોપી પુખ્ત વયનો થયો ત્યારબાદ મોજશોખ માટે રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદરથી મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓની ચોરી કરવા લાગ્યો હતો. છેલ્લા થોડા દિવસોમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી અને ટ્રેનની અંદરથી મોબાઈલ ફોન ચોરી થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેના આધારે કાલુપુર રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી હતી
જેમાં સાબિર ઉર્ફે રેહાનની ઝડપાઈ જતા તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા અમદાવાદ અને નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનના કુલ ૧૧ ગુનાનો ભેદ ઉકેલીને કુલ ૨૧ મોબાઈલ ફોન તેની બેગમાંથી કબજે કરવામાં આવ્યા છે. હાલ કાલુપુર રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.