સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુટ્યુબરને મળી રાહત
નવી દિલ્હી, અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરાયેલ યુટ્યુબરને જામીન મળી ગયા છે. મુંબઈની એસ્પ્લેનેડ મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે યુટ્યુબરને જામીન આપ્યા હતા.
અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના તેના સંબંધો વિશે બડાઈ મારવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.યુટ્યુબર સામે ગુનાહિત ધાકધમકી અને ઇન્ફોર્મેશન ટેન્કોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
૧૨ જૂનના રોજ, પોલીસે રાજસ્થાનના રહેવાસી બનવારીલાલ લતુરલાલ ગુજ્જર સામે એફઆઈઆર નોંધી હતી, જેમાં તેણે બિશ્નોઈ સાથે સંબંધ હોવાનો દાવો કર્યાે હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો.પોલીસે કહ્યું હતું કે ગુર્જરે તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા એક વીડિયોમાં ખાનની હત્યા અને લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડ બ્રાર અને અન્ય ગેંગસ્ટરો સાથે તેના સંબંધો હોવાની વાત કરી હતી.
જો કે, જ્યારે પોલીસે ગુર્જરને ઝડપી લીધો અને તેની પૂછપરછ કરી, ત્યારે તેઓને જાણવા મળ્યું કે તેનો બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નથી અને તેણે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઊંચા દાવાઓ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યાે હતો.
વકીલ ફૈઝ મર્ચન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી તેની જામીન અરજીમાં, ગુર્જરે દાવો કર્યાે હતો કે તેને “કોઈપણ યોગ્ય કે નક્કર સામગ્રી વિના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે” અને તેના વીડિયો માત્ર મનોરંજન અને ખ્યાતિ મેળવવાના હેતુથી બનાવવામાં આવ્યા હતા.
ગુર્જરની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વીડિયોની નકલ એફઆઈઆરમાં છે અને તેમાં ક્યાંય પણ અરજદારે એવું નથી કહ્યું કે તે સલમાન ખાનને મારવા જઈ રહ્યો છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તેથી કેસમાં જે કલમો લગાવવામાં આવી છે તે ગુર્જર વિરુદ્ધ કરવામાં આવી નથી.એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વીઆર પાટીલે બંને પક્ષોને સાંભળ્યા બાદ ગુર્જરને જામીન આપ્યા હતા. જો કે, વિગતવાર ઓર્ડર હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી.SS1MS