Western Times News

Gujarati News

“હાલમાં ગુજરાત ગ્રીન એનર્જી, EV અને સેમીકંડક્ટર ચિપ્સ મેન્યુફેક્ચરીંગ પર ફોકસ કરી રહ્યું છે”

અમદાવાદમાં વાયપીઓ ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિતડીકોડિંગ ગુજરાત મોડલપર્પસ, પ્રોગ્રેસ ઍન્ડ પીપલવિષય પર આયોજિત સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

Ahmedabad, વાયપીઓ ગુજરાત ચેપ્ટર (YPO Gujarat Chater) દ્વારા અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેરક ઉપસ્થિતિમાં  ‘ ડીકોડિંગ ધ ગુજરાત મોડલ – પર્પસ, પ્રોગ્રેસ ઍન્ડ પીપલ’ વિષય પર  સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ યાત્રા વિશે વાત કરતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી છે. ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને પણ એક સાથે લઈને કેવી રીતે આગળ વધવું એ ગુજરાતે કરી દેખાડ્યું છે. હાલમાં ગુજરાત ગ્રીન એનર્જી, ઈલેક્ટ્રીક વ્હીકલ અને સેમીકંડક્ટર ચિપ્સ મેન્યુફેક્ચરીંગ પર ફોકસ કરી રહ્યું છે, જે  દેશની ઇકોનોમીને આગળ લઈ જવામાં ખૂબ મહત્વનો રોલ ભજવશે.

તેમણે ગુજરાતમાં શિક્ષણ પ્રણાલીની વાત કરતા કહ્યું કે, રાજ્યમાં શિક્ષણ માટેની જે બેઝિક જરૂરિયાતો છે એ તમામ રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવી રહી છે. આ વખતે રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો પણ પ્રારંભ કર્યો છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહિલાઓની સુરક્ષામાં ગુજરાત કેવી રીતે અગ્રેસર છે, પર્યાવરણની જાળવણીને લઈને ગુજરાત કેવા પ્રકારના પગલાઓ ભરી રહ્યું છે તેમજ ગુજરાત રીન્યુએબલ એનર્જી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં કેવી રીતે અગ્રેસરની ભૂમિકા નિભાવી રહ્યું છે તેની વિગતવાર માહિતી ઉપર ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ સંવાદ થકી ઉપલબ્ધ કરાવી હતી. આ કાર્યક્રમમાં વાયપીઓ ગુજરાત ચેપ્ટર સાથે સંકળાયેલા બિઝનેસમેન અને  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.