YRKKHમાં અક્ષરાએ આખરે પ્રેમનો એકરાર કર્યો

મુંબઈ, યે રિશ્તા ક્યા કહૈલાતા હૈ’માં અભિમન્યુને લાંબા સમય સુધી પ્રતિક્ષા કરાવ્યા બાદ આખરે અક્ષરાએ પ્રેમનો એકરાર કરી લીધો છે. અભિમન્યુએ અક્ષરાને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેના બધા જ સવાલોનો જવાબ શોધીને સનસેટ પોઈન્ટ પર મલવા આવે. અક્ષરા ત્યાં પહોંચે છે ત્યારે અભિમન્યુ ત્યાં દેખાતો નથી. ઉપરાંત તે અક્ષરાને મેસેજ મોકલીને કહે છે કે, મોત બાદ પણ તેને ચાહતો રહેશે. જેના કારણે અક્ષરા ખૂબ ચિંતાતુર થઈ જાય છે.
અભિમન્યુ કોઈ ખોટું પગલું ના ભરી તેનો ડર સતાવે છે. આ જ ભયમાં તે અભિમન્યુ પ્રત્યેનો પ્રેમ કબૂલી લે છે. ત્યારે જ અભિમન્યુ સ્પાઈડરમેનની જેમ એન્ટ્રી લે છે. હકીકતે અભિમન્યુ અક્ષરાના એકરાર કરવાની રાહ જાેઈને ઝાડ પર બેઠો હોય છે. આખરે તેણે ધાર્યું હતું તેવું જ થતાં તે સ્પાઈડરમેનની જેમ ઝાડ પરથી ઊંધો લટકીને અક્ષરાની સામે આવે છે. બંને એકબીજાને જાેઈને ખુશ થઈ જાય છે. પ્રેમનો એકરાર કરીને એકબીજાને કિસ કરે છે.
જાેકે, આ સીન જાેઈને ફેન્સને ‘સ્પાઈડરમેનઃ નો-વે હોમ’ની યાદ આવી જાય છે. આ જાેઈને કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ કહે છે કે, શોના મેકર્સે હાલમાં જ આ ફિલ્મ જાેઈ લાગે છે. તો વળી કેટલાક યૂઝર્સે અભિમન્યુનો રોલ કરતાં એક્ટર હર્ષદ ચોપડાને ટીવીનો સ્પાઈડરમેન ગણાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ સીન શેર કરીને AbhiRaના ફેન્સ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, આખરે અક્ષરાએ પ્રેમનો એકરાર કરી જ દીધો. જાે આ ડ્રીમ સિક્વન્સ નીકળી તો કંઈ નહીં આપણી પાસે ઈન્ડિયન ટેલિવિઝનનો સ્પાઈડરમેન અને એમજે છે. અન્ય એક યૂઝરે એક્ટર હર્ષદ ચોપરાની ફિટનેસ અને જિમ્નાસ્ટીક સ્કિલ્સના વખાણ કર્યા હતા.
તેણે લખ્યું, આપણો સ્પાઈડરમેન. ભારતીય ટેલિવિઝન માટે હર્ષદ આશીર્વાદ છે. અિાારની ટીમ તેની જિમ્નાસ્ટીક સ્કિલ્સનો સરસ ઉપયોગ કરે છે. ઉફફફફફ તેને બધા જ અવોર્ડ આપી દો. એક જ દિલ છે કેટલીવાર જીતશો. તમારા પર ગર્વ છે. એક ફેને સ્પાઈડરમેન ફિલ્મનો સીન શેર કરવાની સાથે બીજી બાજુ યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો સીન શેર કર્યો હતો. તેણે લખ્યું, તમારો સ્પાઈડરમેન દૃજ અમારો સ્પાઈડરમેન.