નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદની કચેરી દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ ૨૭ જુન,૨૦૨૩ ના રોજ એમ.સી.પટેલ.આઈ.ટી.આઈ. ઉતરસંડા ખાતે જીલ્લા સ્તરીય યુવા મહોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. Yuva Mohotsav program was organized by Nehru Yuva Kendra Nadiad
જેમાં યુવા કલાકારો,ચિત્ર સ્પર્ધા,કાવ્ય લેખન,મોબાઈલ ફોટોગ્રાફી, સાંસ્કૃતિક કાર્યક્રમ,વકતૃત્વ સ્પર્ધા અને યુવા સંવાદ જેવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.સૌ પ્રથમ મહેમાનો ના વરદ હસ્તે કાર્યક્રમ નું દીપ-પ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહેશ રાઠવા દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ નો ધ્યેય અને સ્પર્ધાના નિયમો વિષે પ્રતીભાગીયોને વિશેષ માહિતી આપી કાર્યક્રમ વિષે માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ ખેડા જીલ્લામાંથી પસંદગી થયેલ ૩૦-યુવાન યુવતી ઓ સદર કાર્યક્રમ ની વિવિધ સ્પર્ધાઓ મોટી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમ ને સાચા અર્થ માં સફળ બનાવ્યો હતો.અન્ય મહેમાનો માં ડો.મનસુખભાઈ,સીનીયરકોચ,નડિયાદ, અક્ષય મકવાણા,જિલા યુવા વિકાસઅધિકારી- નડિયાદ, સચિન નકુમ, આર.આર.કુમારે,આચાર્ય ,આઈ.ટી.આઈ-ઉત્તરસંડા
તેમજ એમ.સી.પટેલ.આઈ.ટી.આઈ.ઉતરસંડા નો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. જિલા કક્ષાએ પ્રથમ વિજેતાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા માં ભાગ લઈ શકસે. નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદની કચેરી દ્વારા પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, કવિતા લેખનના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ને અનુક્રમે ૧૦૦૦,૭૫૦,
અને ૫૦૦ રૂપિયા,વકતૃત્વ સ્પર્ધા ના પ્રથમ, દ્વિતીય, તૃતીય વીજેતાને અનુક્રમે ૫૦૦૦,૨૦૦૦, અને ૧૦૦૦ રૂપિયા, સાંસ્ક્રુતિક સ્પર્ધાના વિજેતાને ૫૦૦૦,૨૫૦૦, અને ૧૨૫૦ રૂપિયા આપવામાં આવશે. જ્યારે યુવા સંવાદના ૪ સ્પર્ધકોને ૧૫૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન મહેશ રાઠવા ,જિલા યુવા અધિકારી તેમજ સંજય પટેલ દ્વારા રાષ્ટ્રીય સેવા કર્મી મિત્રો ના સહયોગ થી મનીષા શાહ,નિયામક નેહરુ યુવા કેન્દ્ર સંગઠન-ગુજરાત ના માંર્ગર્દર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.