હરભજન સિંઘે વિકલાંગોની નકલ કરતો વીડિયો હટાવી લીધો અને માફી પણ માંગી
યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરૈશ રૈના એક મોટા વિવાદમાં સંપડાઈ ગયા છે.
નવી દિલ્હી, તાજેતરમાં સમાપન થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને પછાડ્યા બાદ ચેમ્પિયન બનેલી દિગ્ગજ ખેલાડીઓની ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ હવે નવા કારણોસર ચર્ચામાં આવી ગયા છે. જેમાં ખાસ કરીને યુવરાજ સિંહ, હરભજન સિંઘ અને સુરૈશ રૈના એક મોટા વિવાદમાં સંપડાઈ ગયા છે. Yuvraj Singh, Harbhajan Singh and Suresh Raina (cricketers) video on mocking specially abled people.
સમગ્ર મામલાની વાત કરીએ તો ટુર્નામેન્ટ જીત્યાં બાદ તેની ઉજવણી કરવામાં આ ખેલાડીઓ કંઇક એવું કરી બેઠાં જેની જરૂર નહોતી. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાતું હતું કે હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના તથા ગુરકીરત માન દિવ્યાંગ લોકોની મજાક બનાવી રહ્યા હતા.
Winning Celebrations from Yuvraj Singh, Harbhajan Singh and Suresh Raina 😅
👉🏻 Are they Mocking Current Pakistani Fast Bowling Unit 🧐 Which gets Injured in every 2 Months 🤐#IndvsPakWCL2024 #INDvsZIM pic.twitter.com/QZ8qXLvIIh
— Richard Kettleborough (@RichKettle07) July 14, 2024
પૂર્વ ક્રિકેટરો હરભજન સિંહ, સુરેશ રૈના, યુવરાજ સિંહ અને ગુરકીરત માન વિરુદ્ધ દિવ્યાંગનો મજાક ઉડાવતો વીડિયો બનાવવો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદ નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસએબલ્ડ પીપલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અરમાન અલીએ કરી છે. ફરિયાદમાં ક્રિકેટરો સિવાય મેટા ઇન્ડિયાની મેનેજિંગ ડાયરેક્ટર સંધ્યા દેવનાથનનું પણ નામ સામેલ છે.
બાદમાં ભજ્જીએ વીડિયો હટાવી લીધો હતો અને માફી પણ માગી હતી. તેણે પોસ્ટ કરીને લખ્યું કે તેનો અથવા તેમના સાથીદારોનો કોઈ વ્યક્તિ અથવા સમાજને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. આ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.
આ વીડિયો સામે આવ્યા બાદ પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ચૂકેલી બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની લાંબી પોસ્ટમાં લખ્યું, ‘તમારા જેવા ક્રિકેટ સ્ટાર્સ પાસેથી જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે. કૃપા કરીને વિકલાંગ લોકોની મજાક ન કરો. આ કોઈ મજાક નથી.
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 15, 2024