ઝાક GIDCની કંપનીમાં ચીફ ફાયનાન્સ ઓફીસરે જ ર૮.૭૮ કરોડનું ફુલેકું ફેરવ્યું
કંપનીના માલિક દ્વારા છેતરપિંડી અંગે ફાયનાન્સ ઓફીસર વિરૂધ્ધ ફરીયાદ
(એજન્સી)દહેગામ, દહેગામ ઝાક જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં ફાઈનાન્સ ઓફીસર દ્વારા મસમોટી કરોડોની છેતરપિંડી આચરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. કંપનીમાં ચીફ ફાયનાન્સ ઓફીસર દ્વારા આ છેતરપિંડીને બેલેન્સ સીટમાં સ્ટોક દર્શાવીને ર૮.૭૮ કરોડની ઉચાપત કરવામાં આવતા દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો.
દહેગામના ઝાક જીઆઈડીસીમાં નરોડા અમદાવાદ ખાતે રહેતા ગોવિંદભાઈ વેેલજીભાઈ પટેલની પ્લોટ નંબર ૩૦૯ માં માઈકા એમ્બીશન પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની આવેલી છે. કંપનીમાં તૈયાર કરવામાં આવેલી સીટોને ગુજરાશતમાં તેમજ અન્ય રાજયોમાં વેચવામાં આવે છે.
વર્ષ ર૦૧૧-૧ર માં કંપનીમાં એકાઉન્ટ તરીકે ભાવેશ જયંતીલાલ પટેલ નામના યુવાનને નોકરી રાખ્યો હતો. ર૦૧પમાં ભાવેશ પટેલને કંપની દ્વારા ચીફ ફાયનાન્સ. ઓફીસર બનાવામાં આવ્યો હતો.
માલીકે સહીઓ સાથેની ચેકબુકો ભાવેશ પટેલને કંપનીના જરૂરી ઉપયોગ માટે આપી હતી. ચીફ ફાયનાન્સ ઓફીસર તરીકેનો ગેરલાભ લઈને ભાવેશ પટેલે કંપનીમાં કાચા માલની ખરીદીમાં તેમજ તૈયાર માલના સપ્લાયમાં ગોલમાલ કરી હતી. કાચા માલના ખોટા બીલો મુકીને તથા સપ્લાયમાં ગોલમાલ કરી હતી.
કાચા માલના ખોટા બીલો મુકીને તથા સપ્લાય માટેના કાચા બીલનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. કંપનીના માલીકને ભાવેશ પટેલની કામગીરી ઉપર શંકા થઈ હતી. ર૦ર૧માં માલીક દ્વારા સ્ટોકનું સ્ટેટમેન્ટ માંગતા બેલેન્સ સીટમાં ૩પ,૭પ,૯૯પ દર્શાવવામાં આવ્યો હતો.
આ અંગે કંપનીએ સ્ટોકની ગણતરી કરાવતા ૭.૧૬ કરોડથી પણ વધુ હાજર સ્ટોક જ હોવાથી ચીફ ફાયનાન્સ ઓફીસર ભાવેશ પટેલ દ્વારા ર૮.૭૮કરોડથી વધુની માતબર રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો ભાંડો ફૂટયો હતો. આ કરોડોના છેતરપિંડીના કૌભાંડ મામલે કંપનીના માલીક ગોવિદભાઈ પટેલે કંપનીના સીએફઓ ભાવેશ જયંતીલાલ પટેલ વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોધાવી હતી.