ચારુ અસોપાની આંગળી પકડીને ચાલી રહી હતી ઝિયાના
મુંબઈ, ટીવી અભિનેત્રી ચારુ અસોપા અને રાજીવ સેનના લગ્નજીવનમાં શરુઆતથી જ સમસ્યાઓ શરુ થઈ ગઈ હતી. તેમણે ઘણી વાર સાથે આવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મતભેદોને કારણે તે અલગ થઈ જાય છે. અત્યારે પણ ચારુ અને રાજીવ બન્ને અલગ અલગ ઘરોમાં રહે છે.
પરંતુ આજે પણ તેઓ દીકરી ઝિયાનાને કારણે કોઈ રીતે જાેડાયેલા છે. ઝિયાના માટે તેમની મુલાકાત પણ થતી રહે છે. તાજેતરમાં જ ચારુ અસોપા દીકરીને તેના પિતા રાજીવ સેનના ઘરે લઈ ગઈ હતી. તેમણે સાથે મળીને સમય પણ પસાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચારુ અસોપા વ્લોગના માધ્યમથી ફેન્સને પોતાના જીવનને લગતી અપડેટ આપતી રહે છે. તેણે પોતાના યૂટ્યુબ વ્લોગમાં જ આ વાત પણ શેર કરી હતી. તેણે જણાવ્યું કે, રાજીવ ઝિયાનાને મળવા માંગતો હતો અને ઘરે આવવા માંગતો હતો. પણ મેં એને કહ્યું કે હું જ તેને લઈને તારા ઘરે આવી જઈશ તો એ બહાને ઝિયાનાનું આઉટિંગ પણ થઈ જાય.
હું જ્યારે પણ ઝિયાનાને બહાર લઈને નીકળુ છું, તે ખુશ થઈ જાય છે. ચારુ અસોપા સાથે પોતાના બે હેલ્પરને પણ લઈ ગઈ હતી. વ્લોગમાં જાેઈ શકાય છે કે પપ્પા રાજીવ સેનને મળીને ઝિયાના ખુશ થઈ જાય છે. તે રાજીવ સાથે રમે છે અને સમય પસાર કરે છે.
રાજીવ સેન ફ્લેટના કોરિડોરમાં દીકરીની આંગળી પકડીને ચાલે છે. રાજીવ તેને બાલકનીમાં લઈ જાય છે અને બધું બતાવે છે. પરંતુ આ વીડિયોમાં એક ક્ષણ એવી પણ કેદ કરવામાં આવી છે જે જાેઈને ફેન્સ રાજી થઈ ગયા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, ચારુ અસોપા ઝિયાનાની આંગળી પકડીને ચાલી રહી હોય છે. તેવામાં બે ડગલા ચાલીને ઝિયાના રોકાઈ જાય છે અને પાછળ વળીને જુએ છે.
તે પાછળ ઉભેલા ડેડી રાજીવ સેનને જાેતી રહે છે. ત્યારપછી રાજીવ આગળ આવે છે અને દીકરીનો હાથ પકડી લે છે. ત્યારપછી બન્ને ઝિયાના સાથે ચાલતા ચાલતા આગળ વધે છે. કમેન્ટ સેક્શનમાં ફેન્સ વ્લોગના આ ભાગની ખૂબ ચર્ચા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, બાળકો જ માતા-પિતાને સાથે લાવે છે. ગમે તેટલા મતભેગ કેમ ના હોય, બાળક માટે માતા-પિતા એક થઈ જતા હોય છે.
અન્ય એક યુઝરે લખ્યું કે,જ્યારે ઝિયાના બન્નેનો હાથ પકડીને ચાલે છે તે ક્ષણ ભાવુક કરનારી છે. બાળકને જીવનમાં માતા અને પિતા બન્નેની જરુર હોય છે. ફેન્સ ઝિયાનાને આશિર્વાદ આપી રહ્યા છે અને સાથે જ ચારુ અને રાજીવ રાજીખુશી સાથે રહેતા થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.SS1MS