Western Times News

Gujarati News

બે નકલી પત્રકારે મળીને મહિલા પાસે ૩ કરોડની ખંડણી માગી

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદમાં એક યુવતીના ઘરે ગત દિવાળીએ ઈન્કમટેક્સની રેડ પડી હતી. જે રેડ બાબતને લઈને બે લોકોએ યુવતીને ધમકી આપી અઢીથી ત્રણ કરોડની માગ કરી હતી. જાે પૈસા ન આપે તો અલગ અલગ પ્રકારની ધમકીઓ પણ આપી હતી. જેને લઇને યુવતીએ નવરંગપુરા પોલીસને અરજી આપી હતી. જે અરજીની તપાસ કર્યા બાદ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નવરંગપુરામાં રહેતા પ્રિયાબેન સોની ઘરે બેઠા આર્ટિસ્ટ તરીકેનું કામ કરે છે. તેમના ઘરે ગત દિવાળી પહેલાં ઈન્કમટેક્સની રેડ પડી હતી. જેને લઈને ઝેડ પ્લસ ન્યૂઝના (Zed Plus You tube channel Vinay Dube and Paridhi) નામથી યુ ટ્યુબ ચેનલ ચલાવનાર વિનય દુબે તથા પરિધિએ પ્રિયાબેનના ઘરે જઈ ત્રણ કરોડની માગણી કરી હતી.

પૈસા નહીં આપો તો રેડના સમાચાર પબ્લિશ કરી તમને બદનામ કરી દઈશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. આટલુંજ નહિં પૈસા ન આપે તો મારી નાખવાની પણ ધમકી આપી હતી. બાદમાં એપ્રિલ મહિનામાં વિનય દુબે પ્રિયાબેનના ઘરે આવ્યો હતો અને તેમના ભાઈ રવિ સાથે વાત કરાવવાનું કહ્યું હતું.

આ વિનયની સાથે અર્પણ પાંડે પણ હતો જે ખૂન કેસમાં છૂટ્યો હોવાનું કહી ખોટા કેસમાં છૂટ્યો હોવાનું કહી ખોટા કેસમાં ફસાવી દઈશ તો તમે નીકળી નહીં શકો તેવી ધમકીઓ આપી હતી. આ અંગે પ્રિયાબેને બને સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.