ઝી સિનેમા પર “જનહિત મેં જારી”નું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર

સાંભળો! સાંભળો! સાંભળો! ઝી સિનેમા તૈયાર છે, જનહિત મેં જારીના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર માટે ૨૭મી ઓગસ્ટના રોજ જ્યાં મળશે મનોરંજનનો ભરપૂર ડોઝ! આ ફિલ્મમાં એક યુવતીના જીવનની વાર્તા છે, જે મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં એક પડકારજનક નોકરી કરવાનું નક્કી કરે છે
અને પછી તેના પરિવાર અને સમગ્ર ગામના લોકો તરફથી તેને આશ્ચર્યજનક તેમ છતા પણ રમૂજી પ્રતિક્રિયાનો સામનો કરવો પડે છે. રમૂજની સાથે એક શક્તિશાળી વિચારને લઈને આવી રહ્યું છે, જનહિત મેં જારી, જેમાં સાંકળતી વાર્તા, અસરદાર પફોર્મન્સ તથા સુંદર મનોરંજનનો સમન્વય છે. તો જાેવાનું ચુકતા નહીં, જનહિત મેં જારીનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર ઝી સિનેમા પર ૨૭મી ઓગસ્ટ સાંજે ૮ વાગે.
ડ્રીમ ગર્લના મેકર્સ વધુ એક મસ્તીભરી, મહિલા કેન્દ્રિત કોમેડી લઇને આવી રહ્યા છે, જનહિત મેં જારીમાં પ્રતિભાશાળી નુશરત ભરુચા મનોકામનાના પાત્રમાં છે, તેની સાથે વિજય રાઝ, અનુજ સિંઘ ઢાકા, બિજેન્દ્ર કાલા અને પારિતોષ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. જય બસાન્તુ સિંઘ દ્વારા ડિરેક્ટર આ કોમેડીએ મનોકામનાના જીવનના રોજિંદા રમૂજને દર્શાવે છે.