Western Times News

Gujarati News

ZEEએ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન સમારંભ સાથે DP વર્લ્ડ ILT20નો પ્રારંભ કર્યો

·         બોલિવૂડ સુપરસ્ટાર્સ શાહિદ કપૂર, પૂજા હેગડે અને સોનમ બાજવાએ અભૂતપૂર્વ પર્ફોર્મન્સ સાથે સ્ટેજને ઝૂમાવ્યું

·         ડીપી વર્લ્ડ આઈએલટી20 સિઝન 3 શિડ્યુલ્સ આ લિંક પર અને સ્ક્વોડ્સ આ લિંક પર ઉપલબ્ધ છે

·         ડીપી વર્લ્ડ આઈએલટી20 સિઝન 3ના ઉદ્ઘાટન સમારંભમેચ અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ આ લિંક પર ઉપલબ્ધ છે

·         ડીપી વર્લ્ડ આઈએલટી20ની સિઝન 3 ઝીનું 15 લિનિયર ટીવી ચેનલ્સઓટીટી પ્લેટફોર્મ ZEE5 અને તેના સિન્ડિકેટ પાર્ટનર્સના ટીવી અને ડિજિટલ નેટવર્ક્સ પર જીવંત પ્રસારણ કરાશે

દુબઈ, ઝી પર એક્સક્લુઝિવલી પ્રસારિત ડીપી વર્લ્ડ આઈએલટી20 સિઝન 3નો દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ઝાકઝમાળ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. બોલિવૂડ સુપરસ્ટાર્સ શાહિદ કપૂરપૂજા હેગડે અને સોનમ બાજવાની સ્ટાર ત્રિપુટીએ બ્લોકબસ્ટર ઓપનિંગ સેરેમનીની શાન વધારી દીધી હતી અને પ્રદેશની પ્રીમિયર ટી20 ટુર્નામેન્ટ માટે ઓપનિંગ સેરેમની અને ટુર્નામેન્ટ ઓપનર એમ બેવડા મનોરંજનની મજા લેવા માટે ચાહકો આઇકોનિક રિંગ ઓફ ફાયરમાં ઊમટી પડ્યા હતા.

 ઝગમગતી આતશબાજી સાથે ઉજવણીઓનું સમાપન થયું હતું જેણે સિઝનના પ્રારંભનો સંકેત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા-પ્રોડ્યુસર જેકી ભગનાની અને લોકપ્રિય હોસ્ટ રિદ્ધિમા પાઠકે કાર્યક્રમના એમસી તરીકે લોકોને જોડી રાખ્યા હતા.

Indian actor Pooja Hegde during the Opening Ceremony of the DP World International League T20 held at the Dubai International Cricket Stadium, Dubai, United Arab Emirates on the 11th January, 2024.

 ઓપનિંગ સેરેમની પછી સિઝન ઓપનર માટેની અપેક્ષાઓ વધી ગઈ હતી જેમાં ગયા વર્ષની ફાઇનલની દિલધડક રિમેચમાં વિજેતા બનેલી એમઆઈ એમિરેટ્સની દુબઇ કેપિટલ્સ યજમાની કરશે. સિઝનનો ઓપનિંગ બોલ ભારતીય સમય મુજબ રાત્રે 8.45 કલાકે નાંખવામાં આવ્યો હતો જેમાં એમઆઈ એમિરેટ્સે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વિશ્વભરના પ્રેક્ષકો ઝી નેટવર્ક પર અને લિનિયર તથા ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી તેના સિન્ડિકેટ પાર્ટનર્સ પર લાઇવ એક્શન નિહાળી શકશે.

આ કાર્યક્રમ અંગે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિજિટલ અને બ્રોડકાસ્ટ રેવન્યુના ચીફ ગ્રોથ ઓફિસર આશિષ સેહગલે જણાવ્યું હતું કે ડીપી વર્લ્ડ આઈએલટી20 સિઝન 3નો ઝાકઝમાળભર્યો ઉદ્ઘાટન સમારંભ બધાની અપેક્ષાઓ કરતાં આગળ નીકળી ગયો છે. અમે વિશ્વભરના ચાહકો માટે વિશ્વકક્ષાના ક્રિકેટ અને મનોરંજનના દિલધડક મિશ્રણને રજૂ કરતા ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. સુપરસ્ટાર પર્ફોર્મન્સરોમાંચક ક્રિકેટ અને ઝી પ્લેટફોર્મ્સ પર નિહાળવાના ચાહકોના જુસ્સાના મિશ્રણના પગલે આ સાંજ યાદગાર બની ગઈ હતી. તેણે પ્રીમિયમ સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટ પૂરું પાડવા માટેના અમારા ઇરાદાને મજબૂત કર્યો છે. અમે આ સિઝનના બાકીના કાર્યક્રમોને નિહાળવા માટે રોમાંચિત છીએ.

ક્રિકેટ ચાહકો ઝીની સૌથી વધુ વિતરિત થતી અને જોવાતી 15 લિનિયર ટીવી ચેનલ્સ &Pictures SD, &Pictures HD, Zee Cinema HD, Zee Anmol Cinema 2, Zee Action, Zee Biskope, Zee Zest SD, Zee Cinemalu HD, Zee Telugu HD, Zee Thirai, Zee Tamil HD, Zee Kannada HD, Zee Zest HD, &Flix SD અને &Flix HD પર આ એક્શન-પેક્ડ ટુર્નામેન્ટ નિહાળી શકે છે. તે ભારતના અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ્સ પૈકીના એક ZEE5 પર પણ મફતમાં નિહાળી શકાશે.

આખો મહિનો ચાલનારા આ ક્રિકેટ મહોત્સવમાં નિકોલસ પૂરન (એમઆઈ એમિરેટ્સ), સિકંદર રઝા (દુબઇ કેપિટલ્સ)સુનીલ નારાયણ (અબુ ધાબી નાઇટ રાઇડર્સ)લોકી ફર્ગ્યુસન (ડેઝર્ટ વાઇપર્સ)જેમ્સ વાઇન્સ (ગલ્ફ જાયન્ટ્સ)ટીમ સાઉધી (શારજાહ વોરિયર્સ)ડેવિડ વોર્નર (દુબઇ કેપિટલ્સ)જેસન હોલ્ડર (અબુ ધાબી નાઇટ રાઇડર્સ), શિમરોન હેટમાયર (ગલ્ફ જાયન્ટ્સ)ફિલ સોલ્ટ (અબુ ધાબી નાઇટ રાઇડર્સ)

ભાનુકા રાજપક્ષ (શારજાહ વોરિયર્સ)સેમ કરન (ડેઝર્ટ વાઇપર્સ)જેક ફ્રેઝર-મેકગર્ક (દુબઇ કેપિટલ્સ)ટીમ ડેવિડ (ગલ્ફ જાયન્ટ્સ)ફઝલહક ફારુકી (એમઆઈ એમિરેટ્સ)આદિલ રશીદ (શારજાહ વોરિયર્સ)ફખર ઝમાન (ડેઝર્ટ વાઇપર્સ)રોસ્ટન ચેઝ (અબુ ધાબી નાઇટ રાઇડર્સ)મેથ્યુ વેડ (શારજાહ વોરિયર્સ)ઇબ્રાહિમ ઝારદાન (ગલ્ફ જાયન્ટ્સ)એલેક્સ હેલ્સ (ડેઝર્ટ વાઇપર્સ)શેરફેન રૂધરફોર્ડ (ડેઝર્ટ વાઇપર્સ)રૉમેન પોવેલ (દુબઇ કેપિટલ્સ) અને ક્રિસ જોર્ડન (ગલ્ફ જાયન્ટ્સ) સહિતના વિશ્વના ઉત્કૃષ્ટ ક્રિકેટર્સ જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.