“ક્યુંકી… સાસ મા બહુ બેટી હોતી હૈં” એક મહિલાનો અજોડ નિર્ણયઃ વહુને દત્તક લઇને ઉછેરશે
ઝી ટીવીની “ક્યુંકી… સાસ મા બહુ બેટી હોતી હૈં”ની સાથે સુરત ચાલો…
ઝી ટીવીના નવા કાલ્પનિક શોમાં એક મહિલાના અજોડ નિર્ણયની વાત છે, જેમાં તે તેની ભવિષ્યની વહુને દત્તક લઇને ઉછેરવાની છે…
મુંબઈ, છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય દર્શકોનો પડઘો પાડતી વાર્તા લાવ્યા બાદ, ઝી ટીવી વધુ એક વિચારઉત્પ્રેરક કાલ્પનિક શો- ‘ક્યુંકી… સાસ મા, બહુ બેટી હોતી હૈં’ લઇને આવ્યું છે. આ વાર્તા દર્શકોને ગુજરાતમાં લઈ જાય છે, જ્યા એક વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે,
પણ સુરતના રાજગૌર પરિવારમાં તોફાન મચી ગયું છે, જ્યાં સૌથી નાની વહુ હેતલ એક વહુ હેતલ પરિવારની સંપતિમાં હિસ્સો માંગે છે અને તેના પતિની સાથે અલગ થવા ઇચ્છે છે. આ અનઅપેક્ષિત ઘટનાથી પરિવારની સૌથી મોટી વહુ અને પરિવારની સર્વેસર્વા અંબિકા તૂટી જાય છે,
કેમકે તેની સૌથી પહેલી પ્રાથમિક્તા પરિવારને જોડીને રાખવાની છે. ‘સાસુ ક્યારેય મા કે વહુ ક્યારે દિકરી નથી બની શકતી’ પુત્રવધુની આ માન્યતાને ખોટી સાબિત કરવા માટે, અંબિકા એક અલજ પ્રકારનો નિર્ણય લે છે, જેમાં તેના ઘરના દરવાજે એક અનાથ બાળકી કેસરને કોઈ મૂકીને ગયું હોય તેને એક દિકરી તરીકે નહીં પણ વહુ તરીકે ઉછેરે છે.
ગુરૌવદેવ ભલ્લા સ્ક્રીન્સ એલએલપી દ્વારા પ્રોડ્યુસ આ રસપ્રદ વાર્તા પ્રેક્ષકોને આકર્ષિત કરવા તૈયાર છે, કેમકે તે દરરોજ સાંજે 6.30 વાગ્યાથી પ્રસારિત થશે ફક્ત ઝી ટીવી પર!
માનસી જોશી રોય અને નવિકા કોટિયા જેવા આકર્ષક કલાકારો સાથેની આ વાર્તા સુંદર શહેર સુરતની પાશ્ચાદભૂ પર આધારીત છે. માનસી જોશી રોયએ સમર્થ અંબિકાનું પાત્ર કરી રહી છે, જે માને છે કે, નવા વિચારોની સાથે આગળ વધવું સારું છે, પણ આપણે આપણી વરસોથી ચાલ્યા આવતા સંસ્કારોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં.
તે નાનપણમાં જ કેસરને દત્તક લે છે અને એવી આશા સાથે ઉછેરે છે કે, ભવિષ્યમાં જ્યારે તે બંને પુખ્ત થશે ત્યારે કેસરની મરજીથી તેના લગ્ન પોતાના દિકરા સાથે કરશે.
આ શોએ તેના પ્રોમોથી જ દર્શકોમાં ઘણી ચર્ચા ઉભી કરી છે, જ્યાં અંબિકા એવી પ્રતિજ્ઞા લે છે કે, ‘સાસ ક્યારેય મા અને પુત્રવધુ ક્યારેય દિકરી નથી બની શકતી”ના વિચારોને બદલાવશે. જ્યાં કેસરનું પાત્ર સુંદર નવિકા કોટિયા કરી રહી છે, જેને ઇંગ્લિશ વિંગ્લિશમાં શ્રીદેવીની દિકરીનું પાત્ર કરીને એક છાપ છોડી હતી.
કેસરએ એક મહત્વકાંક્ષી હોવાથી તેના સપના પૂરા કરવાની સાથોસાથ તેના પરિવારના સપના પૂરા કરવાની વચ્ચે સમતુલા પણ કઈ રીતે જાળવવી તે સારી રીતે જાણે છે. વધુમાં તે ક્યારેય હાર ન માનવાનો અભિગમ અપનાવે છે કેમકે તે માને છે કે, ‘કાં તો જીતી જઇશું કાં તો શિખી લઇશું.”
માનસી જોશી રોય કહે છે, “હું આ અલગ જ પ્રકારના શો ક્યુંકી… સાસ મા, બહુ બેટી હોતી હૈંમાં મધ્યવર્તિ પાત્ર કરવા માટે અત્યંત ખુશ છું. અંબિકાના પાત્રમાં ઘણા સ્તર છે, લેખક- કેન્દ્રિત પાત્ર હોવાને લીધે કોઈપણ કલાકાર આવા સમૃદ્ધ પાત્ર કરવા તૈયાર છે. અંબિકા જે ભાવનામાંથી પસાર થાય છે, તેમાં દર્શકો પણ જોડાશે.”
નવિકા કોટિયા કહે છે, “આ શોમાં મારું પ્રથમ મુખ્ય પાત્ર મેળવીને ખૂબ જ ખુશ છું અને ઝી ટીવીની સાથોસાથ મારી પ્રોડક્શન ટીમની પણ ખૂબ-ખૂબ આભારી છું કે, તેમને મને આ તક આપી. કેસરનું પાત્ર કરવાની ખૂબ જ મજા આવે છે, કેમકે જ્યારે અંગત જીવન અને કામની વચ્ચે સમતુલા જાળવવાની વાત આવે ત્યારે વાસ્તવિક જીવનમાં પણ હું આવી જ છું.
આ કોન્સેપ્ટ ટીવી પર ક્યારેય એક્સપ્લોર નથી થયો અને જેમ-જેમ વાર્તા આગળ વધશે મને ખાતરી છે કે, દર્શકો પણ પાત્રની સાથે જોડાશે સાથોસાથ દરેક માતા અને પુત્રવધુ છેલ્લે તો મા-દિકરી જ હોય છે, તેનો સંદેશ પણ સમજી શકશે.”
વધુમાં ઉમેરે છે, “હું અમારા શોના સેટ પર, ખાસ કરીને અમારા પ્રથમ એપિસોડના દિવસે અમારી મુલાકાત લેવા માટે તેમની વ્યસ્તતામાં પણ સમય ફાળવવા બદલ ગુજરાતી મીડિયાની આભારી છું.”
શું અંબિકા અને કેસર ‘સાસ કભી મા, ઔર બહુ કભી બેટી નહીં બન શકતી’ની ધારણાને ખોટી પાડી શકશે અને રાજગૌર પરિવારને એકજૂટ રાખવાના પ્રયત્નમાં સફળ થશે?