Western Times News

Gujarati News

“ભાગ્ય લક્ષ્મી”માં ઐશ્વર્યા ખરે એક 6 વર્ષની છોકરીની માતાનું પાત્ર કરતી જોવા મળશે

ઝી ટીવીનો ભાગ્ય લક્ષ્મી એ છેલ્લા બે વર્ષથી તેની રસપ્રદ વાર્તા અને લક્ષ્મી (ઐશ્વર્યા ખરે) તથા રિષી (રોહિત સુચાંતિ)ના જીવનમાં આવતા વણાંકોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જેયું કે, કઈ રીતે એક કાર અકસ્માતમાં લક્ષ્મીનું મૃત્યુ થયેલું માનવામાં આવે છે કે, કેમકે તેની કાર એક ખડક પરથી પડીને તેમાં આગ લાગી જાય છે. રિષી તેને ગુમાવીને ખૂબ જ તૂટી જાય છે, હવે શોમાં 7 વર્ષનો લીપ આવી રહ્યો છે અને લક્ષ્મી એક ગામડામાં તેની દિકરી, પાર્વતી સાથે રહેતી જોવા મળશે, આ પાત્ર કરી રહી છે, ત્રીશા સારદા. Zee TV : Bhagya Lakshmi to take a 7-year leap; Aishwarya Khare to portray the mother of a 6-year-old daughter

લીપ બાદ, વાર્તામાં એક નાટ્યાત્મક વણાંક આવશે જ્યાં લક્ષ્મી પોતાની જાતને પંજાબના એક ગામડામાં જોશે અને તે તેની કાકી અને 6 વર્ષની દિકરી સાથે રહે છે. આ બદલાવ ઐશ્વર્યા ખરેના એક નવા પ્રવાસની શરૂઆત છે, કેમકે તેની અભિનય કારકીર્દીમાં પહેલી વખત તે માતાનું પાત્ર કરવા જઈ રહી છએ. જવાબદારીની સાથે માતૃત્વની જવાબદારી નિભાવતી લક્ષ્મી અહીં ખેતરમાં કામ કરતી, કૃષિ પ્રવૃતિ કરતી તથા સ્થાનિકોને જીવન માટે શિક્ષિત કરતી પણ બતાવશે. તે એક મજબૂત, સ્વતંત્ર મહિલા તરીકે ઉભરી આવી છે, જે કામ અને માતૃત્વ બંનેમાં સારી રીતે નિભાવે છે.

ઐશ્વર્યા કહે છે, “લક્ષ્મીએ મને એક અભિનેતા તરીકે વિકસવાની તક આપી છે અને હું હંમેશા તેની આભારી છું. આ શોએ મને ઘણી બાબતો શિખવી છે, જેને હું જીવનભર યાદ રાખીશ. હવે શોમાં મારા એક માતા તરીકેના પ્રવાસને આગળ વધારવા માટે તથા એક બાળકની સાથે સ્ક્રીન શેર કરવા ઉત્સુક છું. એટલું જ નહીં, પણ હું ખેતરમાં પણ કામ કરીશ અને બીજું ઘણું કરીશ.

હું માનું છઉં કે, લીપએ અમારા શોમાં એક નવું જ પરિમાણ લઇને આવશે અને નવી બાબત તથા આશ્ચર્યજનક વણાંક દર્શકોને જકડી રાખશે. હું આશા રાખું છું કે, દર્શકો પણ હંમેશાની જેમ તેમનો પ્રેમ અમારા પર વરસાવશે.” લક્ષ્મી તેના નવા પ્રવાસ માટે તૈયાર છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, આગામી એપિસોડમાં તેનો માતા તરીકેનો નવો પ્રવાસ કેવો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.