“હું દરરોજ શું ખાઉં છું તેના વિશે હંમેશા ચોક્કસ રહું છું”: અવિનેશ રેખી
ઝી ટીવીનો અત્યાધુનિક કાલ્પનિક ઓફરિંગ, ‘ઇક કુડી પંજાબ દી’ એ ઉચ્ચ હાઈ-ઓક્ટેન નાટક છે, જેને તેની જોરદાર વાર્તા અને સારી રીતે લખાયેલા પાત્રોની મદદથી દર્શકોને જકડી રાખ્યા છે. પંજાબની પાશ્ચાદભૂ પર આધારીત આ શોની વાર્તા શક્તિ અને સ્થિરતાની છે. વાર્તા જ નહીં, પણ મિત્રતા અને સંબંધ જે હીર (પાત્ર કરી રહી છે, તનિષા મેહતા) અને રાંઝા (પાત્ર કરી રહી છે, અવિનેશ રેખી) ધરાવી રહ્યા છે, તેમને વાર્તાની શરૂઆતથી જ દર્શકોના દિલ જીતી લીધા છે.
તેની કેમિસ્ટ્રી અને સહયોગએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે, શોમાં અવિનેશનો દેખાવએ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તે યોગ્ય પંજાબી મુંડાનો દેખાવ ધારણે કર્યો છે, પોતાના શારીરિક સૌષ્ઠવ જાળવવા માટે તથા તેના પાત્ર માટે અવિનેશની ટોચની પ્રાથમિક્તા છે.
હકિકતેતો, અવિનેશ તેના સોશિયલ મીડિયા પર ઊંડાણપૂર્વકના વર્કઆઉટ વીડિયોની મદદથી ચાહકોને ટ્રીટ કરતો રહેતો હોય છે અને તેના ચાહકો પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત છે. તેના વીડિયો જોયા બાદ, આપણે એટલું તો કહી શકીએ છે કે, આ આત્મવિશ્વાસની સાથે તેને તેની યોગ્ય ડાયેટ અને એક ફિટનેસ રિજીમને અનુસરતા કોઈ કચાશ બાકી નથી રાખી.
અવિનેશ રેખી કહે છે, “હું નિયમિત રીતે શું ખાઉં છું, તેના માટે હું હંમેશા ચોક્કસ હોઉં છું, નિયમિત વર્કઆઉટ અને મારી જાતને સ્વસ્થ્ય રાખવું મને ગમે છે. હું માનું છું કે, દિવસ દરમિયાન યોગ્ય ભોજન અને યોગ્ય કેલેરીના સંયોજનની સાથે યોગ્ય વર્કઆઉટ કામ કરે છે. ફૂડી હોવાને નાતે, હું હંમેશા ધ્યાન રાખું છું કે, હું ભોજન પર કાબૂ કરું અને વધુના ખાઉં, જેનાથી હું હંમેશા ચુસ્ત રહું છું. હું હંમેશા મારી વ્યસ્તતાની વચ્ચે દરરોજ જીમ જવા સમય કાઢું છું અને જે દિવસોમાં મારે રજા હોય તે દિવસે હું આરામ કરું છું. હું હંમેશા કડક વર્કઆઉટ નિયમિતતાને અનુસરું છું, જેમાં કડક તાલિમ, કાર્ડિઓ, મસલ્સ ટ્રેઇનિંગ અને ઘણી વધારે બાબતોનો સમાવેશ થાય છે. આ અલગ-અલગ કસરત હંમેશા મને પ્રોત્સાહિત કરે છે અને નિયમિત વર્કઆઉટથી મજા મળે છે, દિવસ દરમિયાન પણ મને સારું લાગે છે.”
અવિનેશએ રાંઝામાં શારીરિક સૌષ્ઠવ માટે શ્રેષ્ઠ લક્ષ્યાંક સેટ કરી રહ્યા છે, ત્યારે દર્શકો માટે એ જોવું પણ રસપ્રદ રહેશે કે, આગામી ટ્રેકમાં જ્યારે હીરને તેની મિત્રના મૃત્યુ પાછળની હકિકત જાણવા મળશે તો શું થશે. શું તે જર્નૈલને દેલમાં નાખી શકશે? કે શું તેની માતા રાજવિંદર તેને ફરીથી બચાવી શકશે?