“સા રે ગા મા પા”ના સ્પર્ધકોને ટક્કર આપી શ્રદ્ધા મિશ્રા બની વિજેતા

શ્રદ્ધા મિશ્રા બની “સા રે ગા મા પા”ની વિજેતા!-દર્શકો અને મેન્ટોરને કેટલાક જોરદાર પફોર્મન્સીસથી પ્રભાવિત કર્યા અને સર્વપ્રથમ ઓજી ગીત મેળવ્યા બાદ, શ્રદ્ધા મિશ્રા સા રે ગા મા પાની પ્રસિદ્ધ ટ્રોફી ઘરે લઈ ગઈ
18 જાન્યુઆરી, 2025: નિષ્ણાંત મેન્ટોર સચીન- જિગર, સચેત-પરંપરા તથા ગુરુ રંધાવાના માર્ગદર્શન હેઠળ પાંચ મહિના સુધી તેમના સુર-તાલના અવિરત રિયાઝ સાથે પોતાને સંપૂર્ણ બનાવવાની સાથોસાથ મંત્રમુગ્ધ કરનાર પ્રદર્શન આપ્યા બાદ ઝી ટીવીના સા રે ગા મા પાના ફાઈનાલિસ્ટોએ શોના આકર્ષક ગ્રાન્ડ ફિનાલેમાં છેલ્લી વખત સુંદર સંગીતમય ટક્કર આપી.
જોરદાર સ્પર્ધા બાદ, મુંબઈની શ્રદ્ધા મિશ્રા આ સિઝનની વિજેતા જાહેર થઈ. શ્રદ્ધાએ હજારો તાળીઓ વચ્ચે જ્યારે ટ્રોફી ઉંચકી તો, તેના ચાહકો પણ તેની જીત પર ખુશીથી નાચી ઉઠ્યા. ફાઈનાલિસ્ટ સુભશ્રી દેબનાથ અને ઉજ્જવલ મોતિરામ ગજભાર અનુક્રમે પ્રથમ અને દ્વિતિય વિજેતા જાહેર થયા હતા.
ગ્રાન્ડ ફિનાલે એક રોમાંચકા કાર્યક્રમ બની રહ્યો, જેમાં ટોચના 6 ફાઈનાલિસ્ટ્સ- શ્રદ્ધા મિશ્રા, ઉજ્જવલ મોતિરામ ગજભાર, સુભશ્રી દેબનાથ, બિદિશા હાથિમુરિયા, પાર્વતિ મિનાક્ષી અને મહર્ષિ સનત પંડ્યા દ્વારા દિલધડક પફોર્મન્સ આપવામાં આવ્યું. તેમને પાવરફૂલ ઓપનિંગ એક્ટ સાથે સ્ટેજ પર ધમાકેદાર પફોર્મન્સ કર્યું અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. મેન્ટોર્સ- ગુરુ રંધાવા, સચિન-જિગર તથા સચેત પરંપરાએ પણ તેમના ચાર્ટ-ટોપિંગ્સ હિટ્સથી ફિનાલે દરમિયાન અવિસ્મરણિય ક્ષણો સર્જી હતી. આ સાંજમાં સિતારાની ચમક ઉમેરી હતી દિગ્ગજ ગાયક ઉદિત નારાયણ અને કવિતા ક્રિષ્નામૂર્તિ એ, તેની સાથે ભૂતપૂર્વ ક્રિકેટ મહાનુભાવ હરભજન સિંઘ પણ આવ્યા હતા, જેમને મનોરંજક વાર્તાથી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા અને ઉત્સાહીત એવા ભાંગડા પફોર્મન્સમાં પણ જોડાયા હતા.
ફિનાલે એપિસોડ દરમિયાન શોના મેન્ટોરની સાથે ઉદિત નારાયણ અને કવિતા ક્રિષ્નામૂર્તિને પણ પફોર્મ કરતા જોઈને દર્શકો ખૂબ જ ખુશ થયા હતા, તો હરભજન સિંઘે પણ આઇએલટી20 ટ્રોફીનું અનાવરણ કરીને ઉત્સાહમાં ઉમેરો કર્યો હતો. ટોચના 4 સ્પર્ધકો- શ્રદ્ધા મિશ્રા, ઉજ્જવલ મોતિરામ ગજભાર, સુભશ્રી દેબનાથ તથા બિદિશા હાતિમુરિયાની વચ્ચેના ફિનાલે ફેસ-ઓફ પફોર્મન્સ દર્શકોને સ્ક્રીન પર જકડી રાખ્યા અને પ્રતિભા અને જુસ્સાથી ભરેલી આ સિઝનનો સંપૂર્ણ અંત લાવ્યા.
સા રે ગા મા પાની વિજેતા શ્રદ્ધા મિશ્રા કહે છે, “મારું સપનું સાકાર થયું. સ્પર્ધકોનો સહયોગ અને મેન્ટોરના માર્ગદર્શન હેઠળ સા રે ગા મા પાનો મારો પ્રવાસ એક શિખવાનો પરિવર્તનશીલ અનુભવ બની રહ્યો. સચીન-જિગર દ્વારા કમ્પોઝ મારું પ્રથમ ઓજી ગીત, ‘ધોકેબાઝી’નું રેકોર્ડિંગ એ એક સિમાચિન્હરૂપ ક્ષણ બની રહી અને મને જે પ્રેમ મળ્યો છે, તેનાથી હું ખૂબ જ ખુશ છું. હું અહીંથી યાદોંનો ખજાનો લઇને જાઉં છું અને નવા જુસ્સા સાથે હવે ગાયકીમાં મારી કારકીર્દી શરૂ કરવા આતુર છું. મારા આ પ્રવાસને સુંદર બનાવવા માટે બધાનો ખૂબ-ખૂબ આભાર.”
સચીન સંઘવી કહે છે, “સમગ્ર સીઝન દરમિયાન શ્રદ્ધાનું અદ્દભુત અને સાતત્યપૂર્ણ પફોર્મન્સ બધા માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. તેનું સમર્પણ અને પર્ફેક્શન મેળવવા માટેનો પ્રયાસ અનુકરણિય બની રહ્યો છે. આ સિઝનની એટલા માટે ખાસ હતી, કેમકે તેને સ્પર્ધકોને તેમના મૂળ સિંગલ્સ રજૂ કરવાની તક પૂરી પાડી, જે સંગીત જગતમાં એક પગથિયું હતું. અંગત રીતે કહું તો, હું હંમેશા નાની બહેન ઇચ્છતો હતો અને શ્રદ્ધામાં મને આજે નાની બહેન મળી છે. હું બધા સ્પર્ધકોને તેમના કારકીર્દીમાં આગળ વધી ખૂબ સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવું છું.”
જિગર સરૈયા કહે છે, “મારા માટે તો 6 ફાઈનાલિસ્ટ્સ વિજેતા જ છે. શ્રદ્ધાને બધાથી અલગ પાડનારી બાબત હતી તે છે, તેની વૈવિધ્યતા અને દ્રઢ નિશ્ચય. આવી પ્રતિભાને નજીકથી જોવું એ પણ એક લાહ્વો છે. મને વિશ્વાસ છે કે, દરેક સ્પર્ધક સંગીત ઉદ્યોગમાં સફળ રસ્તો બનાવશે અને તેમને ભવિષ્ય માટે હું શુભેચ્છા પાઠવું છું.”