Western Times News

Gujarati News

લાઇટ્સથી સજ્જ ચમકદાર ગાઉનમાં શ્રિતિ ઝા ચમકી!

ઝી ટીવી તાજેતરમાં રજૂ થયેલો શો, કૈસે મુઝે તુમ મિલ ગયેંએ દર્શકોને તેના પ્રિમિયરથી જ બે વિરોધાભાષી પાત્રો અમૃતા (શ્રિતિ ઝા) અને વિરાટ (અર્જિત તનેજા)ની અશક્ય પ્રેમકથાથી દર્શકોને જકડી રાખ્યા છે. તાજેતરના એપિસોડમાં એક જકડતા પારિવારિક નાટકમાં દર્શકોએ જોયું કે, કઈ રીતે આહુજા પરિવારએ અમૃતાને વિરાટના થવા વાળા જીજાજી રાજીવ શિંદે (ભવ્ય શિંદે) સાથે અયોગ્ય વર્તન કરવા અંગે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. Zee TV : Sriti Jha is literally ‘LIT’ in a dazzling gown bedecked with lights for Kaise Mujhe Tum Mil Gaye’s Upcoming sequence!

આગામી એપિસોડમાં, વિરાટએ અમૃતાને ઇશિકાની આસિસ્ટન્ટ તરીકે જાહેર કરે છે, જે તેની બહેન નિમ્રિત અને રાજીવના પ્રિ-વેડિંગ ફંક્શન્સનું આયોજન કરી રહી છે. અમૃતા ડરી જાય છે, કેમકે ઇશિકાએ અન્ય કોઈ નહીં પણ તેના પિતાએ જે અન્ય મહિલા માટે તેની માતાને છોડી હતી તે જ મહિલા છે. ઇજામાં અપમાન ઉમેરતા, ઇશિકાએ અમૃતાને નિમ્રિત અને રાજીવની કોકટેલ પાર્ટીમાં એક જીવંત મેનક્વિનમાં બદલે છે, અમૃતા આ વિચારથી જ ખૂબ જ ચિંતિત છે, ત્યારે શ્રિતિએ આ લાઈટથી સજ્જ ગુલાબી ઇવનિંગ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્રિતિ ઝા કહે છે, “સામાન્ય રીતે હું શોમાં સાડી જ પહેરતી હોઉં છું, તો પહેલી વખત આ પરિવર્તન આવકાર્ય છે. ગાઉન અને મેસ્સી બન વાળો દેખાવ મેં આ પહેલા કરેલા સામાન્ય બોલરૂમ ગાઉન વાળા દેખાવથી કંઈક અલગ છે. દાઉનને સાથે મળીને લાઇટ્સ વાળું બનાવવા માટે ઘણા લોકો મહેનત કરી રહ્યા છે. આગામી ટ્રેક ખૂબ જ રસપ્રદ છે, અમૃતા અને વિરાટ વચ્ચેની મસ્તીએ દર્શકો માટે જોવું મનોરંજક બની રહેશે.”

શ્રિતિએ શોમાં તેનો નવો અવતાર માણી રહી છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે શું અમૃતા એ પૂરવાર કરી શકશે કે રાજીવ સારો માણસ નથી અને તે નિમ્રિત માટે પણ યોગ્ય નથી. શું તે વિરાટને ટૂંકા સમયમાં આ વાત સમજાવી શકશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.