ઝી ટીવીનો શો “ભાગ્ય લક્ષ્મી”એ તેના 2 વર્ષ પૂરા કર્યાની ઉજવણી કરી
ઝી ટીવીનો ભાગ્ય લક્ષ્મીએ તેના પ્રિમિયરથી જ હંમેશા સારા કારણોથી જ ચર્ચામાં રહ્યો છે. દર્શકોના દિલમાં તેનું સ્થાન જમાવતા ઐશ્વર્યા ખરે અને રોહિત સુચાંતિ એટલે કે, આપણા પોતાના #રિષમીએ ઘર-ઘરમાં જાણિતું નામ બન્યા છે અને બહું જ મોટો ચાહક વર્ગ ઉભો કર્યો છે.
આ દરમિયાન જ વાર્તામાં આવતા નાટ્યાત્મક વણાંકએ દર્શકોને તેમની ટેલિવિઝન સ્ક્રીન પર પણ જકડી રાખ્યા છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, કઈ રીતે લક્ષ્મીએ વિક્રાંત (મોહિત મલ્હોત્રા)ની સાથે લગ્ન કરવા તૈયાર છે અને રિષી તેના લગ્નને અટકાવવા પ્રયત્ન કરી રહ્યો છે.
તેના પ્રથમ એપિસોડથી જ, લક્ષ્મી અને રિષીના જીવનમાં આવતા સતત વણાંકોથી દર્શકોના દિલના તાર ઝણઝણાવ્યા છે અને સતત તેમની જિજ્ઞાસા જીવંત રાખી છે. ચાહકોના અત્યંત પ્રેમની સાથે શોના કાસ્ટ અને ક્રુના સભ્યોએ 2 વર્ષનો સિમાચિન્હ હાંસિલ કરતા અત્યંત ખુશી અનુભવે છે.
ઐશ્વર્યા અને રોહિતએ તો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શોના ચાહકો માટે આભાર પણ વ્યક્ત કર્યો છે તો, તેમના ફોલોઅર્સ પણ કોમેન્ટમાં તેમના માટે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
ઐશ્વર્યા ખરે કહે છે, “ભાગ્ય લક્ષ્મીને છેલ્લા બે વર્ષમાં આખી દુનિયામાંથી ઘણો પ્રેમ મળ્યો છે અને હું મારી જાતને નસીબદાર માનું છું કે, હું આવા સારા શોનો હિસ્સો બની છું. અમારા ચાહકોએ મને જે પ્રેમ આપ્યો છે, તેનાથી અમે દર વખતે અમારું 100 ટકા આપવા પ્રોત્સાહિત થયા છીએ.
અમારી પાસે કામ માટેની એટલી અદ્દભુત ટીમ છે, જે શો માટે દરરોજ ખૂબ જ મહેનત કરી રહી છે, સાથોસાથ અમારા માટે એક બીજો પરિવાર પણ બની ગઈ છે. અમારા શોથી જોડાયેલા દરેકે દરેક વ્યક્તિનો હું દિલથી આભાર માનું છું. આશા રાખું છું કે, દર્શકો પણ હંમેશની જેમ તેમનો પ્રેમ આગળ પણ અમારા પર વરસાવશે.”
રોહિત સુચાંતિ કહે છે, “છેલ્લા બે વર્ષમાં ભાગ્ય લક્ષ્મીએ એક સપનાથી કંઈ ઓછું નથી. હું દર્શકોનો ખૂબ જ આભારી છું કે, તેમને અમારા પર તેમનો પ્રેમ વરસાવ્યો. આ શો માટે મને હંમેશા ખૂબ જ સારી અને મજબૂત લાગણીઓ છે, પણ મેં એ જરા પણ ન’તું વિચાર્યું કે, મને દર્શકોનો આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડશે, તેના માટે હું તેમનો ઋણી છું.
2 વર્ષના સિમાચિન્હએ પહોંચવું એ એક અદ્દભુત અનુભૂતિ છે અને આશા રાખું છઉં કે, ભવિષ્યમાં પણ આવા અગણિત સિમાચિન્હ વટાવીશું.”
રોહિત અને ઐશ્વર્યાએ તેમના આ સિમાચિન્હ હાંસિલ કરતા ખૂબ જ ખુશ છે, ત્યારે હવે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શું રિષી- વિક્રાંતની સાથે લક્ષ્મીના લગ્ન અટકાવી શકશે?