ZEE5 પર ઝિંદગી ઓરિજિનલ ધૂપ કી દીવારની રજૂ થશે

સજલ અલી અને આહાદ રઝા મીર અભિનિત આ સિરીઝ ZEE5 પર 25મી જૂન, 2021થી જોઈ શકાશે
પ્રેમ સર્વ અવરોધો પાર કરે છે અને બ્રાન્ડ ઝિંદગીએ હંમેશાં તેના શો થકી તે દર્શાવ્યું છે. હવે પ્રેમની બેજોડ શક્તિની આપણને યાદ અપાવતાં ZEE5 દ્વારા તેનો ત્રીજો ઝિંદગી ઓરિજિનલ શો ધૂપ કી દીવારની ઘોષણા કરવામાં આવી છે. આપણી એકત્રિત માનવતા ધિક્કારના પ્રસારને ફરીથી લખશે એ માન્યતા પર લોકપ્રિય બેલડી સજલ અલી અને આહાદ રઝા મીર અભિનિત આ શો 25મી જૂન, 2021થી લાઈવ જશે. ZEE5 announces the much-awaited Zindagi original Dhoop Ki Deewar, a cross-border tale of love, family, and loss
ઉમેરા અહમદ દ્વારા લિખિત અને હસીબ હસન દિગ્દર્શિત આ સિરીઝ ધૂપ કી દીવાર ધિક્કાર પર હૃદયનો સંદેશ ફેલાવે છે અને પ્રેમ, પરિવાર અને નુકસાનની સીમાપાર વાર્તા લાવે છે. ભારતમાંથી વિશાલની ભૂમિકા આહાદ રઝા મીર ભજવશે, જ્યારે પાકિસ્તાનની સારાની ભૂમિકા સજલ અલી ભજવશે, જેમના જીવન આંતરજોડાણ યુદ્ધમાં તેમના પિતાઓની શહીદી પછી થાય છે અને તેમનું એકસમાન દુઃખ તેમની મૈત્રીનો પાયો બને છે.
આશાસ્પદ કલાકારોમાં સામિયા મુમતાઝ, ઝાઈબ રહમાન, સવેરા નદીમ, સમીના અહમદ, મંઝર સેહબાઈ, રઝા તાલીશ, અલી ખાન, અદનાન જાફર વગેરેનો સમાવેશ થાય છે. આ વેબ સિરીઝમાં બે પરિવાર પર શહીદી અને યુદ્ધનો પ્રભાવ અને શાંતિ જ એકમાત્ર ઉત્તર છે તેવું તેમને કઈ રીતે ભાન થાય છે તેમાં ડોકિયું કરાવે છે. શો મોશન કન્ટેન્ટ ગ્રુપ અને હમદાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.
ધૂપ કી દીવાર વિશે બોલતાં ડાયરેક્ટર હસીબ હસન કહે છે, ધૂપ કી દીવાર સીમાઓ, ધર્મ અને સામાજિક પૂર્વગ્રહોની પાર હકારાત્મકતાનું પ્રદર્શન છે. શોની એકમાત્ર ખૂબી તેની વાર્તાની સાદગીમાં રહેલી છે. શોમાં સીમાપાર પ્રેમકથાનો વિષય બહુ અલગ રીતે હાથધરાયો છે અને શાંતિ, ભાઈચારો અને જીવનમાં ખુશીનો અંતર્ગત સંદેશ ધરાવે છે. મિસ્બાહ શફિક સહિત અમારી આખી ટીમે પ્રાણ અને અંતર આ પ્રેમના સહેજ શ્રમમાં રેડ્યાં છે અને તેથી અમારા દર્શકો પાસેથી હૃદયસ્પર્શી પ્રતિસાદ મળવાની આશા છે.
લેખક ઉમેરા અહમદ કહે છે, ધૂપ કી દીવાલ મારા મનની અત્યંત નજીક છે. વાર્તા માટે મારી પ્રેરણા તમે ગમે તે દેશ, ધર્મ કે માન્યતા ધરાવતા હોય તો પણ દિવસને અંતે જિવાતું દુઃખ ક્યાંક એકસમાન હોય છે અને તમે અને મારા કરતાં તે મોટું હોય છે એ એકમાત્ર વિચારમાંથી ઉદભવી છે. આ પ્રેમ, ગમ અને નુકસાનની વાર્તા છે, જે સીમાપાર અને સમુદ્રપારના લોકો માનવી સ્તરે પોતાની સાથે જોડી શકે.
ગ્રુપ એમ પાકિસ્તાનના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અતીક રહમાને જણાવ્યું હતું કે તમારી બજારમાં અગાઉ ક્યારેય કરાયું નહીં હોયતેવું કવા માટે તમે બધી મુશ્કેલીઓ સામે પડો ત્યારે કામ આસાન હોતું નથી અને ધૂપ કી દીવાર મોશન એન્ડ ગ્રુપ એમ પાકિસ્તાન ખાતે અમારે માટે આવી જ એક પહેલ છે.
અમે માનીએ છીએ કે વિચારક અને બજારના આગેવાનો તરીકે નવો ચીલો ચાતરવાનું અમારી પર છે. આ પ્રવાસમાં ટીમ દ્વારા ઘણા બધા પ્રયાસોની આવશ્યકતા પડી હતી અને તેને અમે જે રીતે પાર કર્યું છે તે સરાહની છે. ધૂપ કી દીવાલ પ્રેમ અને નુકસાનની વાત છે, જે શાંતિ વિશે વાત કરે છે.
યુદ્ધ અને ધિક્કાર આપણું જીવન છીનવી રહ્યાં છે ત્યારે ધૂપ કી દીવાલ આપણને એ વાત કહે છે કે સીમાની કોઈ પણ બાજુ કોઈ પણ સૈનિક મરવા નહીં જોઈએ અને માનવતા રાજકીય સીમાઓ પૂરતી નિયંત્રિત નહીં રાખવી જોઈએ. શો બે દેશો વચ્ચે યુદ્ધ પછી શું અને યુદ્ધમાં તેમના વહાલાજનો ગુમાવનાર પરિવારો ભૌગોલિક અને રાજકીયસીમાઓની પાર દુઃખમાં કઈ રીતે એકત્ર આવે છે તેની પર આત્મચિંતન કરાવે છે.
ઝિંદગી શક્તિશાળી, રોચક છતાં હૃદયસ્પર્શી વાર્તાઓ લાવવા માટે જાણીતી છે. તેના છેલ્લા બે શો ચુરૈલ્સ અને એક જૂઠી લવ સ્ટોરીને અદભુત સફળતા મળી હતી અને કન્ટેન્ટ બ્રાન્ડનું લક્ષ્ય તેની નવી ઓફર સાથે વાર્તારેખાની ખૂબીને વધુ ઊંચાઈએ લઈ જવાનું છે.