30 બાળકીઓને પ્રોત્સાહન આપીને કળા-સંસ્કૃતિમાં પ્રતિભાને વિક્સાવાશે
બોર્ન ટુ શાઇને 30 વિલક્ષણ વિજેતાઓની જાહેરાત કરી
મુંબઇ, ઝીની મુખ્ય સીએસઆર પહેલ બોર્ન ટુ શાઇને ગિવ ઇન્ડિયાની ભાગીદારીમાં આજે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં ટોચની 30 વિલક્ષણ બાળકીઓનું સન્માન કર્યું હતું. ભારતનાં કળા સ્વરૂપો અને પ્રતિભાશાળી બાળકીઓનાં સન્માનનાં ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાળકીઓને સ્કોલરશીપ અને મેન્ટોરશીપ પ્રોગ્રામ દ્વારા તેમની પ્રતિભા વિક્સાવવા મદદ પૂરી પાડવામાં આવશે. વિજેતા બાળકીઓને પ્રોત્સાહન માટે સરોદવાદકો અમ્માન અલી બાંગેશ, અય્યાન અલી બાંગેશ, પ્રસિધ્ધ વાયોલિન વાદક ડો. સંગીતા શંકર અને તેમની પુત્રીઓ રાગિણી અને નંદિની તથા પ્રસિધ્ધ ડાન્સર ગુરુ શુભદા વરડકરે પર્ફોમન્સ આપ્યું હતું.
ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત ગોયેન્કા, સ્વદેશ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ડિરેક્ટર ઝરીના સ્ક્રુવાલા, સુબ્રમણ્યમ એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના સહ-સ્થાપક અને સીઇઓ ડો. બિન્દુ સુબ્રમણ્યમ, કેરરના સ્થાપક અને સીઇઓ સમારા મહિન્દ્રા અને બ્રહ્મનાદ કલ્ચર સોસાયટીના સ્થાપક રૂપક મહેતા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિભાશાળી બાળકીઓનાં પર્ફોમન્સથી મંત્રમુગ્ધ થયા હતા.
નિર્ણાયકોએ આ બાળકીઓનું વ્યક્તિગત રીતે સન્માન કર્યુ હતું.
મે, 2022માં શરૂ કરવામાં આવેલા આ સ્કોલરશીપ કાર્યક્રમનો હેતુ વિલક્ષણ પ્રતિભા ધરાવતી બાળકીઓનું સંવર્ધન કરવાનો અને તેમને કળા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં તેમની પ્રતિભા વ્યક્ત કરવા સશક્ત કરવાનો છે. 5થી 15 વર્ષની બાળકીઓ માટે ખુલ્લાં મૂકવામાં આવેલા આ પ્રોગ્રામ માટે દેશભરમાંથી 5,000થી વધુ માન્ય અરજીઓ આવી હતી અને તેમાંથી પસંદ કરાયેલા ઉમેદવારોનું ઓડિશન આઠ શહેરોમાં કરવામાં આવ્યું હતું.
ઉદઘાટન કાર્યક્રમમાં બોલતા ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના એમડી અને સીઇઓ પુનીત ગોયેન્કાએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર તરીકે સાચા અર્થમાં સફળ રહેવા માટે આપણે દીકરીઓ અને તેમની અનોખી ક્ષમતાઓનું સંવર્ધન કરવું જોઇએ, કારણ કે તેઓ આપણા દેશનું ગૌરવ અને ભાવિ છે. સ્ક્રીન પર કન્ટેન્ટ દ્વારા અને પાયાના સ્તરે મહિલાઓ અને દીકરીઓ માટે વિવિધ સામાજિક પહેલ દ્વારા અમે રૂઢી તોડીને આ પરિવર્ત લાવવામાં નાની ભૂમિકા ભજવવા બદલ અમે નમ્ર છીએ.
દીકરીઓને ઉડવા માટે પાંખો આપીને અને તેમની સફળતામાં મદદરૂપ બનીને તેમનાં જીવનને સમૃધ્ધ કરવા ‘બોર્ન ટુ શાઇન’ અમારા તરફથી વધુ એક પ્રયત્ન છે. હું સાચા હૃદયથી આશા રાખું છું કે આ પહેલથી પસંદ કરવામાં આવેલી 30 બાળકીઓ તેમનો શોખ આગળ ધપાવી શકશે અને અપ્રતિમ સફળતા મેળવશે અને તેને પરિણામે દેશની સમૃધ્ધ કળા અને સંસ્કૃતિને નવું જીવન મળશે.”
કાર્યક્રમમાં ભારતીય કળા અને સંસ્કૃતિનાં વિવિધ પાસાને રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા ગદગદિત થયેલા ડો. બિંદુ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે આપણે ત્યાં અનેક પ્રતિભાશાળી બાળકો છે અને તેમને તક આપવાની જરૂર છે. મને લાગે છે કે બોર્ન ટુ શાઇન એ વંચિત સમુદાયોમાંથી પ્રતિભાશાળી બાળકીઓ શોધીને તેમનું સંવર્ધન કરવાનું ઉમદા માધ્યમ છે. મને અને સાપાને આ કામ હંમેશા મહત્વનું લાગ્યું હતું. આ પ્રોજેક્ટમાં પ્રદાન આપી શકી તે બદલ હું આભારી છું અને પ્રતિભાશાળીઓ બાળકીઓને મળવા માટે આતુર છું.”
સમારા મહિન્દ્રાએ પોતાનું જીવન મેન્ટોરને સમર્પિત કરનાર અને પોતાના સંતાનોની પ્રતિભાને સાતત્યપૂર્ણ અને શુધ્ધ સ્વરૂપમાં વાળનાર વાલીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, “ભારતની સંસ્કૃતિ વિશ્વમાં સૌથી જૂની છે અને તેનો ઇતિહાસ પ્રાગૈતિહાસિક સમય જેટલો જૂનો છે. યુવાનોને પ્રોત્સાહન આપતાં આ પ્રકારનાં કાર્યક્રમો ફાઇન આર્ટ્સ સિસ્ટમને તેનાં હકનું મહત્વ આપવા આપવા અનિવાર્ય છે. વધુમાં, આપણાં મૂળ સાથે જોડાયેલા રહેવામાં મદદ કરવી અને તેનાં માટેનું ગૌરવ લેવું જરૂરી છે.”
ઝરીના સ્ક્રુવાલાએ જણાવ્યું કે, “હું ZEEL અને ગિવ ઇન્ડિયાને યુવા દીકરીઓને કળા-સંસ્કૃતિમાં આગળ ઘપવાનો હેતુ ધરાવતાં અનોખા સ્કોલરશિપ કાર્યક્રમ માટે અભિનંદન આપું છું. કળા કોઇ પદાર્થ નથી જેનું નિર્ધારિત અલ્ગોરિધમ એન્ડ પ્રોડક્ટ આપે. તેમાં અનેક અમૂર્ત ચીજો જેવી કે કલ્પના, સહાનુભૂતિ, ખંત અને ધીરજનો સમાવેશ થાય છે. મને આશા છે કે બોર્ન ટુ શાઇન જેવાં પ્રયાસોથી આપણો સમાજ ટૂંક સમયમાં કારકીર્દિનાં વિકલ્પ તરીકે આર્ટને સ્વીકારવાનું શરૂ કરશે.”
રૂપક મહેતાએ ઉમેર્યું કે, “આજનાં ગતિશીલ વિશ્વમાં બોર્ન ટુ શાઇન જેવાં વિચારો સમયની તાતી જરૂર છે કારણ કે આ યુવા પ્રતિભાશાળી ભેજાંઓને લાંબા ગાળે પોતાની કળા ટકાવી રાખવા માટે પ્રોફેશનલ સેટ અપ અને મેન્ટોરિંગની જરૂર છે. આ સ્કોલરશીપ અને મેન્ટોરશીપ પ્રોગ્રામ આશીર્વાદ સમાન છે.”
સાંસ્કૃતિક રીતે ધનિક રાષ્ટ્રમાં યુગોથી પ્રતિભાઓની પૂજા થતી રહી છે. પણ દીકરીઓને, ખાસ કરીને નાની વયે અખૂટ પ્રતિભા ધરાવતી દીકરીઓને આગળ લાવવા માટે બહુ લોકો આગળ નથી આવ્યા. ઝીલનો ફ્લેગશિપ સીએસઆર કાર્યક્રમ-બોર્ન ટુ શાઇન ખરેખર આપણાં સમાજનાં આશાસ્પદો માટે આશાનું કિરણ છે,