Western Times News

Gujarati News

અમદાવાદ શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા AMCની ટ્રીગર ઈવેન્ટ

બગીચા, ધાર્મિક સ્થાનો અને સોસાયટીઓમાં જઇ નાગરીકોને સુકા-ભીના કચરા અંગે જાગૃત કરવામાં આવ્યા

(પ્રતિનિધિ)અમદાવાદ, આગામી સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૨૪ માં સ્વચ્છતામાં અમદાવાદને અગ્રેસર કરવા અને શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનાં પ્રયાસોનાં ભાગરૂપે જન આંદોલન હેઠળ નાગરીકોની મહત્તમ ભાગીદારી મેળવવા અને શહેરને સ્વચ્છ રાખવા અંગે નાગરિકોના મહત્તમ હકારત્મક પ્રતિભાવો મળે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરે-ઘરે જઈને નાગરીકોને સમજ આપવા ઉપરાંત શહેરમાં આવેલ દુકાન – કોમર્શિયલ એકમોમાં સૂકો અને ભીનો કચરો કોને કહેવાય

અને સૂકો-ભીનો કચરો કેવી રીતે છુટો પાડવો તે અંગે જાગૃત કરવા તથા સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવા અને સ્વચ્છ સર્વેક્ષણ અંગે મોટાં પાચાં પર શહેરનાં નાગરીકોને માહીતગાર કરી શકાય તે અંગે ૨૧ થી ૨૨ નવેમ્બર ૨૦૨૪ નાં રોજ Trigger Event કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રી ના જણાવ્યા મુજબ Trigger Event કાર્યક્રમ અંતર્ગત ૨૧ નવેમ્બર ૨૦૨૪ નાં પ્રથમ દિવસે વહેલી સવારથી જ શહેરભરમાં ૭ ઝોનના ૪૮ વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં અનેકવિધ જનજાગૃતિ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૯૨થી વધારે બગીચાઓમાં જોગીંગ, કસરત, ટહેલવા કે યોગા કરવા આવતા ૬૦૪૪ જેટલાં નાગરીકોને સૂકા -ભીના મુજબ કચરાને અલગ-અલગ કરી આપવા અંગે જાણકારી આપવામાં આવી હતી

અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સાથે સાથે ૪૬૧૭ જેટલાં નાગરીકોએ સ્વચ્છતાનો ઓનલાઈન ઈ-સંકલ્પ લીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સો.વે.મે, એન્જીનીયરીંગ, એસ્ટેટ, હેલ્થ, મલેરીયા, હોસ્પિટલ, અર્બન સેન્ટરો, આંગણવાડી, નગર પ્રાથમિક સમિતી. રીવરફ્રન્ટ, પુસ્તકાલયો સહિતના તમામ વિભાગોનાં ૨૦,૦૦૦ થી વધારે કર્મચારીઓ-અધિકારીઓએ ૬૦૬ જેટલાં સોસાયટીઓના

૩૧૧૧૧ જેટલાં ઘરો કવર કરી ઘરે-ઘરે જઈને ૧૫૫૪૪ જેટલી ગૃહિણીઓ, ૧૨૫૭૬ જેટલાં ઘરનાં માલિકો અને ૪૪૭ જેટલી ગ્રૂપ મિટિંગ કરી ૯૧૨૪ જેટલાં નાગરિકોને કચરાને સુકા-ભીના મુજબ અલગ- અલગ કરવા – સેગ્રીગેશન વિષે સમજ આપેલ અને સ્વચ્છતાનાં સંકલ્પ લીધા હતા.

શહેરમાં ૧૧૧ જેટલાં ધાર્મિક સ્થાનો પર દર્શને આવેલ ૪૪૩૩ જેટલા નાગરીકોને પણ કચરાને સૂકા-ભીના મુજબ અલગ-અલગ કરવા જાણકારી આપેલ હતી જેમાં ધાર્મિક સ્થાનોનાં આગેવાનો- પૂજારીઓએ પણ ઉત્સાહથી સહયોગ આપ્યો હતો. Trigger Event માં રાત્રી દરમ્યાન પણ ૭ ઝોનનાં ૧૫૦ થી વધારે સોસાયટીઓમાં ચેરમેન -સેક્રેટરી સાથે સંકલન કરીને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.