હરારેથી મુંબઈ એરપોર્ટ પર પહોંચેલી મહિલાએ 60 કરોડનું ડ્રગ્સ આ જગ્યાએ સંતાડ્યુ હતું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Drug.jpg)
પ્રતિકાત્મક
વિદેશી મહિલા ૬૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ ગઈ
મુંબઈ, વૈશ્વિક કોરોના મહામારી અને લોકડાઉન બાદથી અત્યાર સુધી દેશના અલગ-અલગ એરપોર્ટ અને પોર્ટ પર કરોડો રુપિયાનું પકડાયુ છે. વિદેશોમાંથી ભારતમાં ડ્રગ્સ સપ્લાયના વધી રહેલા કેસ વચ્ચે મુંબઈ એરપોર્ટ પરથી ૬૦ કરોડ રુપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. Zimbabwean woman promised medical expenses for smuggling 60 cr worth heroin
મુંબઈ એરપોર્ટ ઓથોરિટીએ અહીં એક વિદેશી મહિલાને ૬૦ કરોડ રુપિયાના હેરોઈન અને મેથેમ્ફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપી લીધી છે. આ મહિલા ઝિમ્બાબ્વેની નાગરિક હોવાનું સામે આવ્યું છે.
એરપોર્ટ ઓથોરિટીના એક કસ્ટમ ઓફિસરે આ અંગે જણાવ્યું કે, હરારેથી મુંબઈ એરપોર્ટ પર પહોંચેલી મહિલાએ એની ટ્રોલી અને એક્ઝીક્યુટિવ બેગ સહિત બે ફાઈલ ફોલ્ડરમાં ડ્રગ્સ સંતાડ્યુ હતું. કસ્ટમ ઓફિસરે જણાવ્યું કે, સીએસઆઇએ મુંબઈમાં કસ્ટમ એર ઈન્ટેલિજન્સ યૂનિટના અધિકારીઓએ ઝિમ્બાબ્વેથી આવેલી મહિલાને શકના આધારે અટકાવી હતી.
જે પછી એની પાસેથી ૭ કિલોની આસપાસ હેરોઈન પાઉડર અને મેથામફેટામાઈનનો ૧.૪૮૦ કિલોનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારી મુજબ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની બજાર કિંમત આશરે ૬૦ કરોડ રુપિયા છે.