Western Times News

Gujarati News

આ કારણસર GST વિભાગે 500 કરોડની નોટીસ ફટકારી સ્વીગી અને ઝોમેટોને

પ્રતિકાત્મક

ગ્રાહકો પાસેથી ડીલીવરી ચાર્જ પર 18 ટકા સર્વિસ ટેક્સ વસૂલાશે

મુંબઇ, ફૂડ ડીલીવરી કંપની સ્વીગી અને ઝોમેટોએ ડિલીવરી ચાર્જ લેવાનું શરુ કરતાં હવે તેમને આ ચાર્જ ઉપર ટેક્સ ભરવા માટે નોટીસ પાઠવવામાં આવી છે. GST વિભાગ દ્વારા સ્વીગી અને ઝોમેટોને રૂા.500-500 કરોડની નોટીસ પાઠવીને ગ્રાહકો પાસેથી જે ડીલીવરી ચાર્જ વસુલે છે તેને સર્વિસ ટેક્સ હેઠળ આવરી લઇને તેઓએ જીએસટી ચાર્જ ભરવો પડશે. Zomato, Swiggy slapped with Rs 500 crore GST notice each: Report

તેવું જણાવ્યું છે. ફૂડ એગ્રીગેટર તરીકે દેશભરમાં આ બંને કંપનીઓ તેની સેવા પુરી પાડે છે અને રેસ્ટોરા તથા હોટલોમાંથી ભોજન લઇને ગ્રાહકો સુધી પહોંચાડે છે. કંપનીઓ દ્વારા હાલમાં ફૂડ ચાર્જીસ ઉપરાંત તેમાં ડીલીવરી ચાર્જ લેવાનું પણ શરુ કરી દીધું હતું અને તે રકમ ગ્રાહકો પાસેથી વસુલ કરવામાં આવે છે.

જીએસટી વિભાગ દ્વારા બંને એગ્રીગેટરના તેમના આ ચાર્જીસના 18 ટકા ટેક્સ મુજબ રૂા.500 કરોડ ભરપાઇ કરવા આદેશ આપ્યો છે. જો કે કંપની આ મુદે હવે જીએસટી ટ્રીબ્યુનલમાં જાય તેવી શક્યતા છે.

ગયા મહિને સ્વિગીએ ફૂડ ઓર્ડર માટે પ્લેટફોર્મ ફી 2 રૂપિયાથી વધારીને 3 રૂપિયા કરી હતી. સ્વિગીના પ્રવક્તાએ IANS ને જણાવ્યું કે, “પ્લેટફોર્મ ફીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો નથી, જે મોટાભાગના સર્વિસ પ્લેયર્સ દ્વારા લાગુ કરવામાં આવે છે અને તે સમગ્ર ઉદ્યોગોમાં સામાન્ય પ્રથા છે”.

એપ્રિલમાં, કંપનીએ કાર્ટ મૂલ્યને ધ્યાનમાં લીધા વિના, ઓર્ડર દીઠ રૂ. 2 ની પ્લેટફોર્મ ફી રજૂ કરી હતી. ઑગસ્ટમાં ઝોમેટોએ પણ તેની પ્લેટફોર્મ ફી શરૂઆતના રૂ. 2થી વધારીને રૂ. 3 કરી છે. ઝોમેટોએ ઝોમેટો ગોલ્ડ વપરાશકર્તાઓ પાસેથી પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું, જેમને અગાઉ મુક્તિ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.