ઝનરૂફે ગુજરાતમાં 1500 સોલાર રૂફટોપ્સ ઇન્સ્ટોલેશન પૂરા કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/zunroof1-1024x730.jpeg)
દર મહિને નસીબદાર વિજેતાને અમદાવાદ અને વડોદરામાં વિના મૂલ્યે 2KW સોલાર રૂફટોપ ઓફર કરે છે
અમદાવાદ, 16 માર્ચ 2021: ક્લિન એનર્જી કંપની અને ભારતની સૌથી મોટી સોલાર રૂફટોપ પૂરી પાડતી ઝનરૂફે ગુજરાતમાં વિક્રમી 1500 સોલાર રૂફટોપ્સનું ઇન્સ્ટોલેશન કર્યું હોવાની ઉજવણી કરવા માટે અમદાવાદમાં હયાત હોટેલ ખાતે પત્રકારોને સંબોધ્યા હતા. ZunRoof celebrates installing 1500 solar rooftops in Gujarat
ગુજરાતના રહેવાસીઓ પાસેથી પ્રાપ્ત થયેલ આ પ્રકારના આશ્ચર્યજનક પ્રતિભાવથી ટીમ રોમાંચ અને ઉત્સાહ અનુભવે છે અને ગુજરાત રહેણાંક સોલાર રૂફટોપ્સ ઇન્સ્ટોલ કરનાર ભારતભરમાં અગ્રણી રાજ્ય બની રહેશે તેવું માને છે.
હાજર મહેમાનોને સંબોધન કરતા ઝનરૂફના સ્થાપક અને સીઇઓ પ્રણેશ ચૌધરીએ જણાવ્યું હતુ કે “ગુજરાતના રહેવાસીઓ પાસેથી આ પ્રકારેનો જંગી પ્રતિભાવ મેળવતા રોમાંચિત છે. ફક્ત એક વર્ષના ગાળામાં અમે રોગચાળાની પરિસ્થિતિમાં પણ 1500થી વધુ સોલાર રૂફટોપ્સ ઇન્સ્ટોલેશનના આંકને વટાવી ગયા છીએ.
આપણે જ્યારે રોગાચાળામાથી બહાર નીકળવાનું શરૂ કર્યુ છે ત્યારે આપણા માટે હવે પછીનું પગલું ગ્રાહકોને સોલાર વિશે શિક્ષણ આપવાનું છે અને વધુને વધુ રહેવાસીઓ આ ફ્યુચર ટેકનોલોજી અપનાવે તે જોવાનું છે. અત્યાર સુધી અમે ફક્ત સોશિયલ મીડિયા અને ડિજીટલ હાજરીનો સોલાર ઉત્સાહીઓ સોલાર સુધી પહોંચી શકે તે માટે ઉપયોગ કર્યો છે.
અમદાવાદ, સુરત અને વડોદરામાં અમે ઓફિસની સ્થાપના કરી છે ત્યારે અમે આ ત્રણેય શહેરોમાં હાઉસિગ સોસાયટીઓમાં પહોંચીને ગુજરાતની શેરીઓને પણ સોલરાયુક્ત બનાવવાના મિશનને આગળ લઇ જવાનું શરૂ કર્યુ છે. અમે પહેલેથી જ ગુજરાતમાં 5000 જેટલા રહેવાસીઓને સ્પર્શી ચૂક્યા છીએ અને બજારમાં વધુ પ્રવેશવા માટે અમે રૂફટોપ્સના મૂલ્યાંકન માટે 1200નું વિના મૂલ્યે વાઉચર્સ પૂરું પાડી રહ્યા છીએ. વધુમાં અમે હવે પછીના ત્રણ મહિનાઓ સુધી પ્રત્યેક મહિને અમદાવાદ અને વડોદરામાં નસીબદાર વિજેતાને વિનામૂલ્યે 2KV સોલાર રૂફટોપ પૂરા પડાશે.”
ઝનરૂફ માટે ટેકનોલોજી એક મહત્ત્વની વિભાજક છે. એક વખત ઘરમાં રૂફટોપ્સ સેટ અપ કર્યા બાદ અને ઇન્સ્ટોલેશનના પ્રારંભથી અંત સુધી તેમના ગ્રાહકો ટેકનોલોજીકલ કૌશલ્યને જોશે. ઘરમાલિકો હવે તેમના સોલર રૂફટોપ્સ કેવા લાગશે તે જોઇ શકે છે અને ખરેખર ઇન્સ્ટોલેશન શરૂ થાય તે પહેલા તેની અનુભૂતિ કરી શકે છે.
આવું હાઇ-પર્ફોમન્સ સિસ્ટમની ડિઝાઇન કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયલ્ટી સાથે એડવાન્સ્ડ ડેટા એનાલિટીક્સ અને ઇમેજ પ્રોસેસિંગનો ઉપયોગ કરીને હાંસલ કરી શકાયુ છે. ઝનરૂફ સોલાર રૂફટોપ્સ માલિકોને એપ્સ અને સર્વિસીઝ પૂરી પાડે છે જે તેમને સોલાર રૂફટોપમાંથી દૈનિક વીજ વપરાશ પર દેખરેખ રાખવા, નજર રાખવા અને માણવામા મદદ કરે છે. ZunRMS એપ્લીકેશન ગ્રાહકોને દૈનિક વીજ ઉત્પાદન પણ જોવામાં મદદ કરે છે.
તમામ સોલાર બિઝનેસ ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કમલેન્દ્રએ અમદાવાદથી મળેલા સફળ પ્રતિસાદથી ખુશ થતા કહ્યું કે, જો ભારતીય ગ્રાહકો તાત્કાલિક અને જોઇ શકાય તેવા ફાયદાઓ જુએ તો ઉર્જાના રિન્યુએબલ સ્ત્રોતો તરફે ભારે ઇચ્છા ધરાવે છે અને સ્વીકારે છે તેવું સાબિત કરવા માટે ગુજરાત અમારા માટે સુંદર એક કેસ સ્ટડી રાજ્ય બની ગયું છે.
અમારા પ્રવર્તમાન સોલાર ગ્રાહકો કે જેઓએ પાછલા વર્ષે સોલાર અપનાવ્યુ હતુ તેઓ તેમના મહિનાના વીજળીના બીલમાં ભારે મોટી બચત કરી રહ્યા છે જેમાં અનેક લોકો ઋણ વીજ બીલ્સ પણ મેળવી રહ્યા છે અને તે રીતે વીજળી પરના માસિક ખર્ચને ઘટાડી રહ્યા છે.
સૂર્ય ગુજરાત તરીકે ઓળખાતી સોલાર પોર્ટલનું ગુજરાત ડીસ્કોમ્સ દ્વારા સર્જન કરવામાં આવ્યુ છે તેણે દરેક સોલાર બિઝનેસ માટે સંપૂર્ણપણે પારદર્શક બિઝનેસ કામગીરી બનાવી છે. ટેક સક્ષમ પ્લેટફોર્મ્સ સાથે રિયલ ટાઇમ અપડેટ્સ અને નેટ મીટરીંગ વિનંતીઓની ઝડપી પ્રક્રિયા ગુજરાતમા સફળતાની ચાવી છે.”
2016માં સ્થપાયેલ, ઝનરૂફ, હરિયાણાના ગુડગાંવની સ્થિત સૌથી મોટી રહેણાંક સોલર પેનલ કંપની છે. આજદિન સુધી ભારતભરમાં 5૦૦૦ થી વધુ રૂફટોપ્સ ઇન્સ્ટોલ કર્યા પછી, ઝનરૂફ પહેલેથી જ ઉત્તરના તમામ મોટા શહેરો તેમજ બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોચી, તેમજ દિલ્હી-એનસીઆર રિજ્યન, લખનૌ, કાનપુર, ચંદીગઢ આગ્રા, જયપુર, હરિદ્વાર, લુધિયાણા અને જલંધર સહિતના તમામ મોટા શહેરોમાં પોતાની હાજરીનો વિસ્તાર કર્યો છે અને 2021માં વિશાળ ભૂગોળને આવરી લેવાની યોજના ધરાવે છે.