Western Times News

Gujarati News

ઝાયડસ ફાઉન્ડેશને ચાંગોદર અમદાવાદમાં હાયર સેકન્ડરી સ્કૂલ માટે નવું મકાન બાંધી આપ્યું

ચાંગોદરની વસ્તીનાં બાળકો માટે ઝાયડસ ફાઉન્ડેશને દસ નવા ક્લાસ રૂમસાયન્સ અને કોમ્પ્યુટર લેબ સાથે બાંધી આપેલા શાળાનાં નવા મકાનનું ઝાયડસ ફાઉન્ડેશનનાં વાઈસ ચેરપર્સન શ્રીમતી મેહા પટેલે ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪: ઝાયડસ ફાઉન્ડેશન દ્વારા ચાંગોદર અમદાવાદમાં તૈયાર કરાયેલા શ્રી બી. જી. ચાવડા હાયર સેકન્ડરી સ્કૂલનાં બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝાયડસ બાયોટેક પાર્કની બાજુમાં આવેલી આ સ્કૂલમાં હવે આધુનિક સુવિધાઓને લીધે અદ્યતન શૈક્ષણિક પ્રણાલીનો અનુભવ થશે.

આ નવા સ્કૂલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરતાં ઝાયડસ ફાઉન્ડેશનનાં વાઈસ ચેરપર્સન શ્રીમતી મેહા પટેલે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી વિદ્યાર્થીઓમાં નવું શીખવાના વર્ષોમાં અને તેમનાં સર્વાંગી વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

આ ઈનીશીએટીવ બાળકોને શ્રેષ્ઠ સંભવિત સ્ત્રોત અને માળખાકીય સુવિધાઓ દ્વારા તેમનાં ઉચ્ચ શિક્ષણને નવું પરિવર્તન આપવા માટે લેવામાં આવ્યો હતો. Zydus Foundation commissions new building block of Higher Secondary School in Changodar.

ઝાયડસ લાઈફ્સાયન્સીસનાં કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી (સીએસઆર) ઈનીશીએટીવનાં ભાગરૂપે શાળાઓએ અગાઉ ભોગવવી પડતી જર્જરિત માળખા જેવી તકલીફોને હટાવીને ચોમાસામાં પાણી ભરાવા જેવી સમસ્યાઓને પણ દૂર કરવાનો છે. આ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ માટે બાંધવામાં આવેલા બે માળનાં મકાનમાં આધુનિક્તા અને સલામતીનો સમન્વય કરવાની સાથે ૩૬૦થી વધુ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી વાતાવરણનો વિચાર સમાયેલો છે.

જેમાં ૧૦ વિશાળ સ્માર્ટ ક્લાસરૂમ, ૧ કોમ્પ્યુટર લેબ, ૧ સાયન્સ લેબ અને ૧ આવકારદાયક સ્ટાફ રૂમ છે. જેમાં છોકરીઓ અને છોકરાઓ માટે અલગ અલગ સેનીટેશન સુવિધાઓ ઉપરાંત શારીરિક કસરત માટે એસેમ્બલી ગ્રાઉન્ડ, સુંદર અને ટકાઉ વાતાવરણ માટે વૃક્ષારોપણનો પણ સમાવેશ છે. જે વિદ્યાર્થીઓ અને શાળા માટે અત્યંત સલામત, આધુનિક સુવિધાયુક્ત માળખું છે.

પર્યાવરણ જાગૃતિ માટે તમામ વિદ્યાર્થીઓને ૫૪૦ કિ.ગ્રા. જેટલા રિસાયકલ્ડ અને અપસાયકલ્ડ મટીરીયલમાંથી બનાવેલી ઈકો-ફ્રેન્ડલી બેગો આપવામાં આવી હતી. જે ઝાયડસ લાઈફસાયન્સીસની ઈએસજી ધ્યેય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ શાળાનાં મકાનનું ઉદ્ઘાટન શિક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યેનાં ઝાયડસ લાઈફસાયન્સીસનાં પ્રયાસોની દિશામાં મહત્વનું પગલું છે.

ઝાયડસ ફાઉન્ડેશન સ્વાસ્થ્ય સુધારા, શિક્ષણ, સંશોધન અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે વિવિધ ઈનીશીએટીવ દ્વારા સમાજનાં સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. ફાઉન્ડેશનનું સીએસઆર વિઝન લાંબા ગાળાનાં અને ટકાઉ વિકાસ માટે ચાર પાયાઓ ઉપર કામ કરે છે. જેમાં સ્વાસ્થ્ય, કે જેમાં ગ્રામ્ય હેલ્થકેર ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડીને સમગ્રતયા સ્વાસ્થ્ય સુધારવું. શિક્ષા, કે જેમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતા લાવવા કાર્ય કરવું.

શોધ, કે જેમાં સામાજિક પડકારોને પહોંચી વળવા નવતર સંશોધનને ઉત્તેજન આપી અનન્ય પરિણામ મેળવવા. સાથ, કે જેનાં દ્વારા સાચવણી અને જાગૃતિનાં પ્રયાસોથી પર્યાવરણની જાળવણી ક્ષેત્રે સામાજિક અગ્રતા લાવવી. આ પદ્ધતિસરનાં કાર્યક્રમોનો ઉદ્દેશ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)નાં સથવારે સમાજ પર અર્થપૂર્ણ અસરો લાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.