અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં માઇક્રોફાઇનાન્સથી ક્રેડિટએક્સેસ ગ્રામીણ બેંકની ધીરાણની સુવિધા

ક્રેડિટએક્સેસ ગ્રામીણે ભારતમાં કામગીરીને વધારે મજબૂત કરી, પાંચ નવા રાજ્યોમાં પ્રવેશ કરીને કામગીરીનું વિસ્તરણ કર્યું
અમદાવાદ, ભારતની અગ્રણી એનબીએફસી (Indian NBFC) -એમએફઆઈ ક્રેડિટએક્સેસ ગ્રામીણ લિમિટેડે જૂનથી સપ્ટેમ્બર, 2019 દરમિયાન એની કામગીરી પાંચ નવા રાજ્યો – ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વધારી છે. આ વિસ્તરણ પછી કંપનીની વ્યાવસાયિક કામગીરીનું વિસ્તરણ 30 સપ્ટેમ્બર, 2019 સુધી 887 શાખાઓ, 9,817 કર્મચારીઓ, 13 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 210 જિલ્લામાં થયું છે, 31 માર્ચ, 2019નાં રોજ 8 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 157 જિલ્લાઓમાં 670 શાખાઓ, 8,064 કર્મચારીઓમાં હતું.
ક્રેડિટએક્સેસ ગ્રામીણનાં એમડી અને સીઇઓ ઉદય કુમાર હેબ્બરે જણાવ્યું હતું કે, “કંપની ગ્રામીણ વિસ્તારોમાં એની કામગીરીનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, જેને અનુરૂપ અમે પાંચ નવા રાજ્યોમાં વિસ્તરણ કામગીરી કરી છે. હજુ પણ અંતરિયાળ ગ્રામીણ અને બેંકિંગની સુવિધાથી વંચિત વિસ્તારોમાં માઇક્રોફાઇનાન્સની પહોંચ માટે મહત્ત્વપૂર્ણ અવકાશ છે, જ્યાં ઓછી આવક ધરાવતાં કુટુંબોને સરળ અને વાજબી ધિરાણની સુવિધાનો અભાવ છે. કંપનીની વ્યૂહરચનાને સુસંગત જિલ્લા આધારિત વિસ્તરણ અમને નવા વિસ્તારોમાં જોખમનું અસરકારક વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે, ત્યારે શ્રેષ્ઠ કાર્યકારી ઉત્પાદકતા સુનિશ્ચિત કરે છે.
અમે ઉચિત કર્મચારીઓની ભરતી કરી છે, ખાસ કરીને આ નવા રાજ્યોમાં ફ્રેશર્સની અને તેમને અમારી ઇનહાઉસ સુવિધામાં તાલીમ આપી હતી. અમે અમારી ટેકનોલોજીને મજબૂત બનાવવા તથા નવા બજારોમાં અમારી સિસ્ટમ અને પ્રક્રિયાઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખ્યું છે.
અમારું માનવું છે કે, એનાથી અમને ગુણવત્તાયુક્ત લોન બુક ઊભી કરવામાં અને આગામી ત્રિમાસિક ગાળાઓમાં સતત વૃદ્ધિ પ્રદાન કરવામાં મદદ મળશે. અમારી અખિલ ભારતીય સ્તરે કામગીરીથી ધિરાણની સુલભતાનો અભાવ ધરાવતાં એક કરોડ ઓછી આવક ધરાવતાં કુટુંબોને પસંદગીનાં બિઝનેસ પાર્ટનર બનવાનાં અમારાં અભિયાનને સાકાર કરવામાં મદદ મળશે.”