Western Times News

Gujarati News

UNAGના પ્રમુખ પદે ભરત પંડ્યા, ઉપપ્રમુખ ધનરાજ નથવાણી

ગાંધીનગર, ઈન્ડિયન ફેડરેશન ઓફ યુનાઈટેડ નેશન્સ એસોસિએશન (આઈએફયુએનએ IFUNA) દ્વારા યુનાઈટેડ નેશન્સ એસોસિએશન, ગુજરાત Gujarat (UNAG)ના પ્રમુખ પદે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા Bharat Pandya તથા ઉપપ્રમુખપદે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીની (dhanraj nathwani reliance industries limited) નિમણૂક કરવામાં આવી છે. યુએનએજીનો બુધવારે જ પ્રારંભ કરવામાં આવ્યો છે.
યુનાઈટેડ નેશન્સ ડે ની ઉજવણીના ભાગરૂપે બુધવારે એસ.જી. હાઈવે ઉપર ખાનગી કલબ (s. g. highway, ahmedabad) ખાતે આઈએફયુએનએ દ્વારા યુનાઈટેડનેશન્સ ડે ર૦૧૯ની ઉજવણી કરવામાં આવી હતી.

આ સાથે ગુજરાતમાં યુએનએ ચેપ્ટરનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેશ વર્મા, આઈફ્યુના મીડિયા સલાહકાર દીપક પરબતિયા તથા યુએનએ, મહારાષ્ટ્રના પ્રતિનિધિ અશરફ શેખ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે યુએનએ ગુજરાતના પ્રમુખ ભરત પંડ્યાએ યુએનની કામગીરીને મહાત્મા ગાંધી તથા લોખંડી પુરુષ સરદાર પટેલના વિચારો તથા કામગીરી સાથે જાડીને જણાવ્યું હતું કે, જેવી રીતે સરદાર પટેલે રજવાડા એક કરવાનું કામ કર્યું હતું. તેવી રીતે થોડા સમય પહેલાં કાશ્મીરને ભારત સાથે જાડવાનું કામ બે ગુજરાતીઓ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.