Western Times News

Gujarati News

ઉલ્ટી થઇ રહી હોવાનું જણાવી આરોપીએ ગાડી ઉભી રખાવી અને અચાનક ચપ્પાથી હુમલો કર્યો

આરોપીએ પહેલા પોલીસ પર હુમલો કરતા બે જવાન ઘાયલ થયા હતા-દુષ્કર્મનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

આણંદ, આણંદના વાસદમાં માસૂમ બાળકી પર થયેલા અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. આરોપીએ પહેલા એલસીબી પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ત્યારબાદ સ્વબચાવમાં પોલીસ દ્વારા થયેલા ફાયરિંગમાં આરોપીનું મોત નિપજ્યું. આ આરોપી વિશે એક મોટો ખુલાસો પણ થયો છે.

આરોપી સુરેશ પરમાર બોરસદના બોચાસણ પરાનો રહીશ હતો. આ આરોપી વિશે હવે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે જાણીને એમ થાય કે આવા રાક્ષસી વ્યક્તિને બહાર રખાયો શુ કામ? આરોપી સુરેશ પરમારે અગાઉ પણ ગુના આચર્યા હતા. બે અલગ અલગ દુષ્કર્મ કેસમાં તે આરોપી છે. જામીન પર મુક્ત થતા આરોપી સુરેશ પરમાર જેલમાંથી બહાર આવ્યો હતો. જામીન પર બહાર આવતાની સાથે જ આ રાક્ષસે ૪ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી દીધી.

આણંદના એસપી જી જી જસાણીએ આ મામલે કહ્યું કે, ગઈ કાલે વાસદ પોલીસ સ્ટેશનને ૪ વર્ષની બાળકીની ડેડબોળી મળી હતી. બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. સીસીટીવીના આધારે આરોપીના ફૂટેજ બધી પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા હતા. ૨૦૨૦માં પણ આરોપી સામે રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ હતો. મોડી સાંજે આરોપી સુરેશ મળી આવ્યો હતો.

એલસીબી એ આરોપીને લઈને આવી રહી હતી. આરોપીએ ઉલ્ટી થઇ રહી હોવાનું જણાવતા એલસીબીએ ગાડી સાઈડમાં રાખી. આરોપીએ ચપ્પુથી બે એલસીબીના જવાનો ઉપર હુમલો કર્યો. પીએસઆઈએ આરોપીને ચેતવવા હવામાં ફાયર કર્યો. છતાં આરોપી પીએસઆઈને મારવા આવ્યો.

છ રાઉન્ડ બચાવ માટે કરવા પડ્યા. આરોપીને પાંચ ગોળી વાગી છે. તેમણે એમ પણ કહ્યું કે ગઈ કાલે એક વણઉકેલાયેલો કેસ પણ સ્પષ્ટ થયો. જેમાં આણંદમાં પણ રેપ કેસ દાખલ થયો. જેમાં સુરેશ જ આરોપી સાબિત થયો. ગઈ કાલે પણ ખુબ નશામાં હતો. આરોપી છૂટક મજૂરી કરે છે. આગાઉ તેને ૫ વર્ષની સજા થઇ ચુકી છે.

અત્રે જણાવવાનું કે વાસદ રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસે રાત્રે એક પરિવાર પોતાની ૪ વર્ષની બાળકીની સાથે સૂતો હતો. આ દરમિયાન સુરેશ વિઠ્ઠલ પરમાર નામનો આ આરોપી બાળકીને ઉઠાવીને લઈને જતો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પરિવારને જ્યારે બાળકી જોવા ન મળતી તો તેમણે બાળકીની શોધ આચરવા માંડી.

સવારે વાસદ રેલવે સ્ટેશનથી ૨૦૦ મીટરના અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો. બાળકીના મોઢા પર ઘા મારીને છૂંદી નાખવામાં આવ્યું હતું. શરીર પર કપડાં પણ નહતા. સમગ્ર મામલો સામે આવતા પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોળીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવીના ફૂટેજમાં આરોપી બાળકીને ઉઠાવીને જતો જોવા મળ્યો હતો.

જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને આરોપીને ઝડપી પાડ્યો. આરોપીને જ્યારે પકડીને પોલીસ જઈ રહી હતી ત્યારે આરોપી સુરેશે ઉલટી આવતી હોવાનું બહાનું કાઢ્યું જેના કારણે પોલીસે ગાડી થોભવી પડી હતી. આ તકનો લાભ ઉઠાવીને સુરેશે ચાકૂથી બે પોલીસ જવાન પર હુમલો કર્યો. આ દરમિયાન પીએસઆઈ સાથે પણ હાથાપાઈ થઈ હતી. સ્વબચાવમાં પોલીસે પણ ફાયરિંગ કરતા સુરેશ પરમાર ઠાર થયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.