અદાણી મેરેથોન –ર૦૧૯માં પાટણ જીલ્લાની દીકરીએ દ્રિતિય સ્થાન મેળવ્યું
(રાજેશ જાદવ પાટણ) ગત તા.ર૪/૧૧/ર૦૧૯ના રોજ અમદાવાદ ખાતે અદાણી મેરોથેન –ર૦૧૯ યોજાયેલ હતી. જેમાં પાટણ જિલ્લાના હાજીપુર તા.પાટણ ગામની માત્ર ર૦ વર્ષની બાળા કુ.ઠાકોર નિરમાબેન ભરતજીએ ર૧ કીલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લઇ આ દોડ ૧ કલાક રપ મીનીટ ૪૭ સેકંડમાં (૧:૨૫:૪૭) પૂર્ણ કરી દ્વિતિય સ્થાન મેળવી પાટણ જિલ્લાનું અને હાજીપુર ગામનું નામ રોશન કરેલ અને રૂા.૪૫૫૦૦/- નું રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરીને પાટણ જિલ્લાને ગૌરવ અપાવેલ છે. કુ.નિરમાબેને મેરેથોનની આ મેળવેલ સિધ્ધી પાછળ હાજીપુર ગામના જ દેસાઇ રમેશભાઇની અથાગ મહેનત અને સતત માર્ગદર્શન તેમજ તાલીમ થકી આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શક્યા છે.