અનાથ બાળકોને આરોગ્ય સેવાઓનો નિ:શુલ્ક મળી રહે તે માટે બાલાસિનોર ખાતે માં અમૃતમ કાર્ડ કેમ્પ યોજાયો

લુણાવાડા : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મહિસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે પાલક માતા પિતા યોજના લાભાર્થીઓને જિલ્લા આરોગ્ય કચેરીના સહકારથી માં અમૃતમ કાર્ડ આપવાનો કેમ્પ તાલુકા હેલ્થ ઓફિસ, બાલાસિનોર ખાતે માન. જિલ્લા કલેકટર આર.બી બારડ સાહેબશ્રી ના માર્ગદર્શન અને માન. પ્રાંત અધિકારી સાહેબ, બાલાસિનોર, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જે. પી પરમાર સાહેબની ઉપસ્થતિમાં યોજાયો હતો.
મહીસાગર જિલ્લામાં પાલક માતા પિતા યોજના અંતર્ગત છ તાલુકાઓમાં ૬૭૮ અનાથ બાળકો લાભ મેળવી રહ્યા છે જિલ્લાના તમામ અનાથ બાળકોને રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓનો નિ:શુલ્ક લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી માં અમૃતમ કાર્ડ આપવા માટે આ ત્રીજા તબક્કા ના મા અમૃતમ કાર્ડ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોજવામાં આવેલ કેમ્પમાં બાલાસિનોર તાલુકાના ૧૦૬અનાથ બાળકોને મા અમૃતમ કાર્ડ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત માં બાપ વગરના અનાથ બાળકોના પાલક માતાપિતાને આ બાળકોનો સારી રીતે ઉછેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર મહીને 3000/- DBT મારફતે સહાય પણ આપવામાં આવે છે.
આ યોજવામાં આવેલ કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કે.એચ.વાણિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિરવ પંડયા, માં અમૃતમ કાર્ડ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફીસર સઈદ શેખ સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમ નો સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પાલક માતા પિતા લાભાર્થી બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.