Western Times News

Gujarati News

આધુનિક અભિગમથી પશુપાલનવ્યવસાય થકી જશવંતીબેન પટેલ આર્થિક સધ્ધરતા સાથે પ્રેરણાદાયી બન્યા

મહિલા સશકિતકરણ, આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું પ્રમાણ મળે છે. તે સંદર્ભે મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાનારણજીતપુરા ગામના જશવંતીબેન પટેલે પશુપાલન ક્ષેત્રે સાહસ ખેડી વાર્ષિકઅંદાજે રૂા.૧૭ લાખ ઉપરાંતની આવક મેળવી શ્વેત ક્રાંતિ થકી આર્થિક સધ્ધરતા મેળવવામાં સાર્થક પગલું ભરવાની દિશામાં મહીસાગર જિલ્લાની મહિલાએ પોતાના પરિવારની આવક બમણી કરવા સશક્ત કદમ ભર્યુ છે. પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બન્યા છેપશુપાલનના વ્યવસાયને ગૌણ વ્યવસાય તરીકે સમજતા પશુપાલકો માટે આજે આ વ્યવસાય આજીવિકાનો મુખ્ય સ્રોત બન્યો છે.

આ મહિલા પશુપાલકની સિધ્ધિ એ છે કે આત્મા પ્રોજેકટની પશુપાલન વ્યવસાય માટેની તાલીમનો લાભઆર્શિવાદ સમાન પુરવાર થયો છે.શ્વેત ક્રાંતી થકી પોતાની આવક વૃધ્ધિ કરીને ભારત સરકાર અને પ્રધાનમંત્રીની આકાંક્ષાઓ અને આશાઓ પર ખરા ઊતરવામાં એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

જશવંતીબેન પટેલેજણાવ્યું કે પશુપાલન વ્યવસાય સાથે છેલ્લા ૨૦ વર્ષ થી સંકળાયેલ છું.પહેલા તેઓ સામાન્ય રીતે પશુપાલન કરી દુધ ઉત્પાદન કરતા જેમાં  ખર્ચ વધુ અને આવક ઓછી થતી હતી. જયારે તે આત્મા પ્રોજેક્ટના સંપર્ક માં આવ્યા ત્યારેઆત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત તાલીમ દ્વારા પશુપાલન નો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે કરવા પ્રેરણા મળી તેમજ વૈજ્ઞાનિકો અને આત્મા યોજનાના અધિકારીશ્રીઓ દ્વારા મળેલ આધુનિક પધ્ધતિ થી પશુપાલન વ્યવસાયની માહિતીનો ઉપયોગ કરી ઉચ્ચ ઓલાદના પશુ તેમના તબેલા ઉપર કૃત્રિમ બીજદાન કરીને ઉછેર કર્યા.

નિયમિત પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા કરી તેમજ પશુઓને આહારમાં નિયમિત રૂપે દાણ, કપાસિયા ખોળ, મકાઈ ભરડો તેમજ મીનરલ મિક્ષ્ચર આપવા લાગ્યા જેથી દુધ ઉત્પાદનમાં વધારો થયો અને પશુઓની તંદુરસ્તી પણ જળવાઈ રહેવા લાગી.તેઓ લીલો અને સુકો ઘાસચારો ચાફકટરથી કાપીને પ્રમાણસર પશુઓને આપતા જેથી બગાડ પણ ઓછો થતો હતો.

પશુઓને સમયસર પશુ ચિકિત્સકની સલાહ પ્રમાણે કેલ્શીયમ, કૃમિનાશક દવા અને રસીકરણ પણ કરાવે છે.પશુઓને દરરોજ સ્નાન કરાવી તેમને સાફ રાખે છે અને તબેલાની સાફ સફાઈ નિયમિત કરે છે.મશીનથી દુધ દોહવાથી વધુ નફો મળે છે અને કામ પણ ઝડપથી થાય છે.આમ અત્યારે અમો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવાથી દૂધ ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે અને વધુ આવકથી અમારું જીવન સમૃદ્ધ બન્યું છે.

પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિની દિશામાં સાહસ ભર્યુ કદમ ભરતા જશવંતીબેને વર્ષ ૨૦૧૮-૧૯ માં વાર્ષિક ૬૨ હજાર ૧૯૦લીટરનું દુધ ઉત્પાદન કરી રૂા.૧૭,૦૮,૬૭૬/-નીઆવક મેળવી આર્થીક સધ્ધરતા મેળવી છેજેમાંથી રૂા.૨,૪૦,૦૦૦/-નો ખર્ચ બાદ કરતા રૂા.૧૪,૬૮,૬૭૬/- નફો મેળવેલ છે. તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.