અમદાવાદ જિલ્લામાં ૫૦૬ ગામોમાંથી ૧૧૦ ગામોમાંં સ્ત્રીઓની સંખ્યા વધુ
અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં ૫૦૬ ગામોમાંથી ૧૧૦ ગામ એવા છે કે જ્યાં સ્ત્રીઓની સંખ્યા વધું છે. જેમાં ૧૦૦૦થી૧૦૯૯નો જાતીય દર છે. ૪૧ ગામો એવા છે કે જ્યાં સ્ત્રી વધું છે અને પુરૂષો ઓછા છે. ૧૧૦૦થી વધારે જાતીય દર છે. ૫૦૬ ગામોમાં ૧.૬૧ લાખની વસતી છે. આ ભેદ માટેનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે, પુરુષો કમાવા માટે અમદાવાદ જતાં રહે છે. ગામમાં મહિલાઓ વધું રહે છે.
જોકે, જ્યાં જાતીય દરમાં સ્ત્રીઓ વધું હોય અને ઓછી હોય ત્યાં વસતી ઓછી જોવા મળે છે. એક હજાર પુરુષોએ ૭૦૦ કરતાં ઓછી સ્ત્રીઓ હોય એવા ગામ ૩૫ છે. જે લગભગ ૬.૯૨ ટકા થવા જાય છે. આ ૩૫ ગામોની વસતી માંડ ૪૫૦૧ છે. તેનો મતલબ કે કૂલ ગામના ૭.૭૯ ટકા લોકો આ ગામમાં રહે છે પણ ત્યાં મહિલાઓ ઓછી છે. ૧૧૦૦થી વધું જાતીય દર છે ત્યાં વસતી ૩.૮૭ ટકા છે.૨૩ ગામ એવા છે કે જ્યાં ૭૦૦થી ૭૪૯નો જાતીય દર છે. કૂલ ગામના ૪.૫૫ ગામો આવા છે. જેમાં કૂલ ગામની વસતીનું પ્રમાણ ૩.૩૩ ટકા છે.
જોકે, વસતી વધે છે તેમ સ્ત્રી અને પુરુષોની સમાનતા વધતી જાય છે. ૮૫૦થી ૮૯૯ વચ્ચે વસતી હોય એવા ૮૮ ગામો છે જે ૧૭.૩૯ ટકા ગામ થવા જાય છે. જિલ્લાના ૧૦ તાલુકાની વસતી ૧૧.૫૧ લાખ છે. અમદાવાદ શહેરનો સેક્સ રેસ્યો ૮૯૮નો છે.દર હજાર પુરુષે ૨૦૧૧ની વસતી પ્રમાણે દેશમાં ૯૪૩, ગુજરાતમાં ૯૧૯, અમદાવાદ જિલ્લામાં ૯૦૪ જાતિનું પ્રમાણ છે. હવે ૨૦૨૧ની વસતી ગણતરી કરવાની જિલ્લા કલેક્ટર કચેરી તૈયારી કરી રહ્યાં છે ત્યારે હવે આ ગામોની સ્થિતી કેવી છે તે અંગે તકેદારી રાખીને ઝીણવટભરી વિગતો એકઠી કરશે.