અમિત શાહનો શિલોંગ પ્રવાસ રદ
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન પછી પૂર્વોત્તરમાં સ્થિતિ ગંભીર બનેલી છે. સુરક્ષાબળો સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયત્નમાં લાગ્યા છે. જોકે આ સ્થિતિને અસર બીજા કાર્યક્રમો ઉપર પડી રહી છે. પહેલા આસમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાની પીએમ શિંજો આબેનો કાર્યક્રમ સ્થગિત થયો હતો. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો શિલોંગ પ્રવાસ રદ થઈ ગયો છે. અમિત શાહ રવિવારે નોર્થ ઇસ્ટ પોલીસ એકેડમીના એક કાર્યક્રમમાં શિલોંગ જવાના હતા. પણ નાગરિકતા સંશોધન બિલના વિરોધની અસર મેઘાલય સુધી પહોંચી ગઈ છે. મેઘાલયમાં પણ 48 કલાક માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. અમિત શાહ હવે શનિવારે અને સોમવારે ઝારખંડ જશે.
નોર્થ ઇસ્ટમાં ખાસ કરીને આસામ અને અને ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન પછી ફ્રાન્સે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ફ્રાન્સ પ્રશાસન તરફથી જાહેર કરેલા સલાહમાં કહેવાયું છે કે ભારતમાં નાગરિકતા કાનૂન પાસ થયા પછી આસમ અને ત્રિપુરાના ઘણા શહેરોમાં પોલીસ સાથે સામાન્ય હુમલા, પ્રદર્શન અને ઝડપ થઈ છે. આસામ માટે હવાઇ પરિવહન રોકી દેવામાં આવ્યો છે. બધા વિરોધ પ્રદર્શનથી દૂર રહે, નિયમિત રુપથી સમાચારનું પાલન કરવાની સાથે ભારતીય અધિકારીઓના નિર્દેશોનું પાલન કરે.
મેઘાલયમાં નાગરિકતા સંશોધન કાનૂન સામે પ્રદર્શન થઈ રહ્યા છે. રાજધાની શિલોંગમાં ફર્ફ્યુ લગાવેલ છે. આમ છતા શિલોંગમાં રાજભવનની સામે આ કાનૂનના વિરોધમાં સેકડોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મેઘાયલમાં એનપીપી નીત ગઠબંધન સરકારમાં ભાજપા પણ સામેલ છે.