આંધ્રમાં ૩ અઠવાડિયામાં બળાત્કારના કેસનો નિકાલ કરી આરોપીને મૃત્યુદંડની સજાનો ખરડો પસાર
અમરાવતી, આંધ્રપ્રદેશ વિધાનસભાએ શુક્રવારે આંધ્રપ્રદેશ દિશા બિલ પસાર કર્યું છે, જે ૨૧ દિવસની અંદર મહિલાઓ પર થતા અત્યાચારના કેસોનો નિકાલ કરી આરોપી પુરવાર થાય તો તેને મૃત્યુ દંડની સજા થશે. રાજ્યના ગૃહ પ્રધાન એમ. સુચારીતાએ વિધાનસભામાં બિલને મુક્યું હતું. જેને શાસક વાયએસઆર કોંગ્રેસ “ક્રાંતિકારી” ગણાવ્યું છે.