ઉત્તર પ્રદેશના ઉન્નાવની ગેંગરેપ પીડિત વધુ એક દિકરીએ અંતિમ શ્વાસ લીધા
ચકચારી ઉન્નાવ ગેંગરેપ પીડિતાને જામીન પર છુટેલા નરાધમોએ જીવતી સળગાવી દેતા મોડી રાત્રે યુવતિએ દિલ્હીની હોસ્પિટલમાં દમ તોડ્યો
નવી દિલ્હી: હૈદરાબાદમાં ગઈકાલે મહિલા તબીબ પર સામુહિક બળાત્કાર ગુજારનાર ચાર નરાધમોને એન્કાઉન્ટરમાં ઠાર મારવાની ઘટનાથી દેશભરમાં ખુશીનો માહોલ જાવા મળી રહયો છે આ દરમિયાનમાં જ ઉત્તર પ્રદેશના ઉનાવમાં સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને જામીન પર છુટેલા નરાધમોએ કેરોસીન છાંટી જીવતી સળગાવી દેતા તેને ગંભીર હાલતમાં દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
ત્યાં ગેંગ રેપ પીડિતા એ મોડી રાત્રે અંતિમ શ્વાસ લેતા શોકનું મોજુ ફરી વળ્યુ છે અને લોકોમાં ભારે રોષ પણ જાવા મળી રહયો છે. અંતિમ શ્વાસ લેતા પહેલા પીડિતાના અંતિમ શબ્દો હતા કે મારે જીવવું છે અને આરોપીઓને છોડશો નહીં. પીડિતાના મૃત્યુના સમાચારથી હોસ્પિટલની બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના ઉનાવમાં રહેતી એક યુવતિ સાથે મિત્રતા કેળવી તેના પ્રેમીએ શારીરિક શોષણ કર્યું હતું અને તેનો વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવામાં આવતી હતી જેના પરિણામે આ યુવતિએ પોતાનું ગામ છોડી દીધું હતું પરંતુ હવસખોર આ શખ્સે આ યુવતિનો પીછો છોડયો ન હતો અને તેના સંબંધીના ઘરે પહોંચી જઈ આ યુવતિને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો
દરમિયાનમાં આ નરાધમે તેના મિત્રોને બોલાવી યુવતિ પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું આ અંગેની ફરિયાદ યુવતિએ તા.પ માર્ચના રોજ નોંધાવી હતી જેના પગલે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો દેશભરમાં ઉન્નાવ ગેંગ રેપ કેસના મુદ્દે ઘેરા પ્રત્યાઘાત પડતા પોલીસ સતર્ક બની હતી અને તાત્કાલિક તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસે સામુહિક દુષ્કર્મની આ ફરિયાદ બાદ આરોપીઓને ઝડપી લેતા તમામને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જેલમાં મોકલી અપાયા હતાં આ કેસની સુનવણી ચાલી રહી છે આ દરમિયાનમાં આરોપીઓએ જામીન અરજી કરતા કોર્ટે તા.૩ ડીસેમ્બરના રોજ તમામ પાંચ આરોપીઓને જામીન પર મુકત કર્યાં હતાં નરાધમો જામીન પર મુકત થતાં યુવતિ ગભરાઈ ગઈ હતી
જામીન પર મુકત થયા બાદ આરોપીઓ યુવતિનો પીછો કરવા લાગ્યા હતા અને તા.પમી ડીસેમ્બરના રોજ આરોપીઓએ યુવતિને આંતરી હતી અને તેના ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા ગેંગરેપ પીડિતા આખા શરીરે દાઝી ગઈ હતી. આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી દેતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને સૌ પ્રથમ ગંભીર હાલતમાં પીડિતાને લખનૌની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
પરંતુ ૯૦ ટકાથી પણ વધુ શરીરે દાઝી જવાના કારણે પીડિતાની સ્થિતિ વધુને વધુ નાજુક બનવા લાગી હતી પરિણામે તાત્કાલિક રાજય સરકાર દ્વારા આ યુવતિને એરલીફટ કરીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
જયાં તબીબોએ સારવાર શરૂ કરી હતી પરંતુ યુવતિની હાલત ખૂબ જ નાજુક જણાતી હતી ગઈકાલે મોડી સાંજે તેની Âસ્થતિ વધુ નાજુક બની ગઈ હતી આ દરમિયાનમાં તેણે ઉપસ્થિતિ લોકોને કહયુ હતું કે મારે જીવવું છે અને આરોપીઓને છોડશો નહીં આ તેના શબ્દો અંતિમ હતાં દિલ્હીની હોÂસ્પટલમાં લઈ જવાયા બાદ સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને આરોપીઓએ સળગાવી દીધી હતી અને તેની સ્થિતિ વધુ નાજુક બનતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું આ દરમિયાનમાં રાત્રે ૧૧.૪૦ વાગ્યે પીડિતાએ અંતિમ શ્વાસ લેતા લોકો શોકમગ્ન બની ગયા હતાં.
આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ પ્રારંભથી જ થઈ રહી હતી પરંતુ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી દેતા સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે ગઈકાલે રાત્રે પીડિતાએ અંતિમ શ્વાસ લેતા હોસ્પિટલની બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં તા.પમીના રોજ પીડિતાને જીવતી સળગાવી દેવાની ઘટના ઘટી હતી
ત્યારબાદ તેને દિલ્હી ખસેડાઈ હતી. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ઉન્નાવ ગેંગરેપ કેસમાં અંતે પીડિતાએ અંતિમ શ્વાસ લેતા હવે પોલીસ તંત્ર દ્વારા વધુ કઠોર કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજીબાજુ આજે સવારથી જ દેશભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહયા છે. સોશિયલ મીડિયામાં પણ આરોપીઓને ટોળાના હવાલે કરી દેવાની માંગણી સાથેની ક્લીપો ફરતી થઈ ગઈ છે.
ગઈકાલે હૈદરાબાદમાં પોલીસે ડોકટર યુવતિ પર સામુહિક દુષ્કર્મ ગુજારનાર ચાર આરોપીઓને ઠાર મારતા ઉન્નાવ ગેંગરેપ કેસમાં પણ આરોપીઓને આવી જ સજા કરવામાં આવે તેવા સંદેશાઓ વહેતા થયા છે. સવારથી જ ઉન્નાવ સહિત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે જ યુવતિની અંતિમવિધિ કરવામાં આવનાર છે.