ખેડબ્રહમા હેલ્થ વિભાગ દ્વારા શ્યામનગર ગામે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.
ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર ગામે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું ઉદઘાટન સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઈ જોષી દ્વારા કરાયું હતું.આ કાર્યક્રમમા અન્ય મહેમાનોમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ, ભાજપ તાલુકા મહામંત્રીશ્રી હિતેન્દ્ર સિંહ ચૌહાણ, કલોલ મેડીકલ ઓફિસર દિવ્યાબેન પટેલ તથા અન્ય લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલોલ મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યાબેન પટેલે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ વિશે વિગતવાર સમજ આપી હતી અને દરેક બાળકોને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી હતી..