Western Times News

Gujarati News

કોંગ્રેસ સમિતિનો હલ્લાબોલઃ બળદગાડા સાથે પહોંચ્યા અરવલ્લી કલેકટર કચેરીએ

ચોમાસુ લંબાતા તેમજ ચોમાસાના અંતે લણણીની સીઝન હતી તે વખતે જ પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પલળી જતાં રાજ્યના ખેડૂતોને ભારે નુક્સાન થતા પહેલા 700 કરોડ રુપિયાનું રાહત પેકેજ જાહેર કર્યા બાદ સરકારે ફરી 3,795 કરોડ રુપિયાનું વધારાનું પેકેજ જાહેર કર્યું છે.

અરવલ્લી જિલ્લા માં તાજેતર માં થયેલ કમોસમી વરસાદ બાદ પાક નુકશાની ની સરકારે જાહેર કરેલ સહાય માં જિલ્લા ના માત્ર બાયડ અને મોડાસા તાલુકા ને બાદ કરી અન્ય ચાર તાલુકા ના ખેડૂતો સહાય થી વંચિત રહેતા જિલ્લા કોંગ્રેસ દ્વારા  બળદગાડા માં આંખે પટ્ટા બાંધી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જીલ્લાના તમામ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરી સહાય આપવાની માંગ કરી હતી જીલ્લા સેવાસદનમાં “ ખેડૂત વિરોધી એ સરકાર નહિ ચલેગી નહિ ચલેગી” અને “હાય રે ભાજપ હાય હાય ના સૂત્રોચ્ચાર થી ગુંજી ઉઠ્યું હતું

અરવલ્લી જિલ્લા માં ચાલુ ચોમાસા ની સિઝન માં 105 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો છે ત્યારબાદ થયેલ કમોસમી વરસાદ ના કારણે જિલ્લા ના તમામ તાલુકાઓ માં ખેડૂતો ના મગફળી કપાસ સોયાબીન અને કઠોળ જેવા પાકો સંપૂર્ણ પણે નિષ્ફળ ગયા છે

ખેડૂતો એ લીધેલ પાક વીમા અંગે પણ વીમા કંપનીઓ એ હાથ અધ્ધર કરી લીધા છે ત્યારે સરકારી રાહત એજ ખેડૂતો માટે એક માત્ર ટકી રહેવા આધારભૂત છે સરકારે સમગ્ર ગુજરાત માં થયેલ ખેડૂતો ને પાક નુકશાન બાબતે 3700 કરોડ ની સહાય જાહેર કરી છે

જેમાં જિલ્લા ના કુલ 6 તાલુકાઓ માંથી માત્ર બાયડ અને મોડાસા તાલુકા ના ખેડૂતો ના જ યાદી માં નામ છે ત્યારે સરકારી તંત્ર ની બેદરકારી ના કારણે બાકીના માલપુર મેઘરજ ભિલોડા અને ધનસુરા તાલુકા ના એક પણ ખેડૂત નો સહાય પેકેજ માં સમાવેશ કરવા માં આવ્યો નથી જેના કારણે જિલ્લા ના ખેડૂતો ની પડતા પર પાટુ જેવો ઘાટ થવા પામ્યો છે ત્યારે આ બાબત ને લઇ આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી એ બળદ ગાડું લઇ કાળી પટ્ટી આંખો પર બાંધી સરકાર ને જગાડવા ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી બાકી 4 તાલુકાઓ ના ખેડૂતો ને સહાય યાદી માં સમાવવા ની માંગ કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.