ગણદેવી હાઈસ્કૂલ માં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
ગણદેવી: અત્રેની હાઈસ્કૂલ માં વિજ્ઞાન પ્રદર્શનનું ઉદઘાટન પાલિકા પ્રમુખ રમણભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી સિધાથૅભાઈ દેસાઈ અને પત્રકાર પરેશભાઈ અદવયુ ના વરદહસ્તે કરવામાં આવ્યું.બે દિવસ ચાલનારા આ વિજ્ઞાન પ્રદર્શન ખારેલ ની ઉમિ સાયન્સ સેન્ટર ના સહયોગથી યોજાયેલ હોવાનું શાળા ના આચાર્ય સીમાબેન ગાંધી અને કેમ્પસ ડાયરેકટર હીરલબેન નાયક જણાવ્યું હતું.
આ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરાયેલ મોડેલ અનેરાં હોવાનું આચાર્ય સીમાબેન ગાંધી એ જણાવ્યું હતું.વિવિધ શાળા ના બાળકો માટે આ એક અનેરૂ મહત્વ ધરાવે છે જે ઓ આ નિહાળવા માટે આવેલા છે અને આગળ આવી રહયા છે.ઉમિ સાયન્સ સેન્ટર ના સંચાલક એ આ માટે વિશેષ તાલીમ આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.પ્રદશન માં વિજ્ઞાન ના પ્રયોગો અને પરીક્ષણ કરવામાં આવી રહયા છે.જે વિશેષતા છે.બાળકો સંચાલન કરે છે અને સમજણ આપી જવાબ આપે છે.
ઉમિ સાયન્સ સેન્ટર કરેલ માં કાર્યરત છે.શાળાઓમા વિવિધ પ્રકારના વૈકલ્પિક અને વૈજ્ઞાનિક દિશા તરફ વિધાર્થી અને યુવાનોને દોરી જાય છે.મોબાઇ વાન દ્વારા ઊંડાણમાં વિસ્તારમાં આવેલા શાળા સંકુલના છાત્રો માટે આ યુનિટ કાર્યરત છે.સેનટરનો પરિવાર ખૂબ જ હકારાત્મક અભિગમ સાથે મિશન માટે કાર્યરત છે.