Western Times News

Gujarati News

મોડાસા કોલેજ રોડ પરથી જીપમાં અપહરણ થયેલી યુવતી અપહરણનો નાટ્યાત્મક અંત

 યુવતી સાથે સગાઈ તૂટતાં યુવકે કર્યું અપહરણ :દ્રશ્યો CCTV માં કેદ 

અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતું ખાડે ગઈ હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી ધોળે દહાડે લૂંટ-ફાટ, ચોરી,ચેઈનસ્નેચીંગ ની ઘટનાઓ સામાન્ય બની છે મોડાસા શહેરના કોલેજ રોડ પરથી પસાર થતી બે યુવતીઓ માંથી એક યુવતીનું બોલેરો જીપમાં આવેલા બે શખ્શોએ બળજબરી પૂર્વક અપહરણ કરતા ભારે ચકચાર મચી હતી સાથે રહેલી યુવતી અને નજીકમાં રહેલા એક્ટિવા ચાલકે જીવન જોખમે

યુવતીને બચાવવા ભારે પ્રયત્નો કર્યાં હતા તેમ છતાં બોલેરો જીપના ચાલકે જીપ રિવર્સ લઈ અપહરણ કરી નાસી છૂટતા ભારે હોહા મચી હતી મોડાસાના જાગૃત નાગરિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે અપહરણ થયેલી યુવતીને છોડાવવા વિવિધ ટિમો સાથે હરકતમાં આવી હતી

પ્રાપ્ત માહિતી મુજબ, મંગળવારે સવારે ૭:૩૫ વાગે માલપુર તાલુકાના લીંબોદરા ગામની અને મોડાસા કોમર્સ કોલેજમાં એમ.કોમ માં  અભ્યાસ કરતી યુવતીનું કોલેજ રોડ પર આવેલી રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ આગળથી બોલેરો કારમાંથી એક મહિલા ઉતર્યા પછી બે શખ્શોએ યુવતીનું અપહરણ કરતા રોડ પર સાથે રહેલી યુવતીની બહેનપણીએ યુવતીને બચાવવા ભારે પ્રયત્નો કર્યાં હતા અને પકડી રાખી હતી

પરંતુ અપહરણકારોએ યુવતીને ધક્કો મારી પાડી દીધી હતી અન્ય એક એક્ટિવા ચાલકે પણ બોલેરો જીપ વચ્ચે એક્ટિવા આડું કરી દેતા બોલેરો જીપનો ચાલક જીપ રિવર્સ લઈ ધનસુરા રોડ તરફ નાસી છૂટ્યા હતા બોલેરો જીપમાં અપહરણ કરનાર બે શખ્શમાંથી એક યુવકની અગાઉ આ યુવતી  સાથે સગાઈ  થયા પછી તૂટી જતા યુવતીના પ્રેમમાં પાગલ બનેલ યુવકનો મોહભંગ થતા યુવતીનું અપહરણ કરી તેના પુજારાની મુવાડી ગામે લઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થતા માલપુર પોલીસે અપહરણકર્તા યુવકના ઘરે પહોંચી યુવતીને હેમખેમ છોડાવી માલપુર પોલીસે મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કરતા મોડાસા પોલીસે યુવતની ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી  મોડાસા કોલેજ રોડ પરથી અપહરણ થયેલ યુવતીનો છુટકારો થતા યુવતીના પરિવારજનો, પોલીસતંત્ર અને શહેરના નગરજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો મોડાસા ટાઉન પોલીસે અજાણયા ત્રણ અપહરણકારો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.