જંબુસરના વેડચ ખાતે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ઘરફોડ ચોરીના અટકાવવા તેમજ શોધી કાઢવા તેમજ ઉંડાણપુર્વક તપાસ કરવા આપેલ સુચના અધારે તથા એલ.સી.બી પો.ઈન્સ જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ વેડચ પોલીસ મથકે ઘરફોડ ચોરીનો ગુનો તા.૧૮/૦૭/૨૦૧૯ ના રોજ નોંધાવા પામેલ જે ગુનામાં સવા લાખથી પણ વધુની કિંમતનો મુદ્દામાલ ચોરી થયેલ હતો.આ ગુનો લાંબાં સમય સુધી વણશોધાયેલ રહેતા ગુનાની વધુ તપાસ પોલીસ અધિક્ષકની સુચનાથી એલ.સી.બી ને સોંપવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા એલ.સી.બી પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તથા ટીમના પ્રયત્નોથી અગાઉ ગુનો ડીટેક્ટ કરવામાં આવેલ અને આ ગુનાના કામે તપાસ દરમ્યાન બે આરોપીની ધરપકડ કરી આરોપીઓની સઘન પુછપરછ કરતા ચોરીમાં સોના ચાંદીના દાગીના નડીયાદ ખાતે તેમણે વેચેલ હોવાની હકિકત બહાર આવતા મુદ્દામાલ રીકવર કરવા પો.સ.ઈ તથા ટીમને ધરપકડ કરેલ આરોપી સાથે નડીયાદ ખાતે તપાસમાં મોકલી આપવામાં આવી હતી.
નડીયાદ સોની બજારમાં પોલીસે તપાસ કરતા ચોરીના દાગીના લેનાર આરોપી મળી આવતા તેને ચોરી થયેલ સોના ચાંદીના દાગીના બાબતે પુછતા સદર મુદ્દામાલ વેચાણ લીધે ઘણો લાંબો સમય થઇ ગયેલ હોય સમયાંતરે દાગીના ઓગાળી દીધેલ હોવાની હકિકત જણાતા.આ દાગીના ખરીદનાર (રીશીવર) હર્ષદભાઈ ઉર્ફે લાલાભાઈ મનુભાઇ ચોક્સી રહે.નડીયાદ ખડાયતા પોળ સાથબજાર ભાવસારવાડ તા.નડીયાદ જી.ખેડા પાસેથી એક સોનાની રણી વજન ૨૧ ગ્રામ કિ રૂ ૬૦,૦૦૦,એક ચાંદીની રણી વજન ૧૭૨ ગ્રામ કિ રૂ ૫,૦૦૦ કબ્જે લઈ કુલ કિ રૂ.૬૫,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરવા સાથે તેને પણ ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખવાના આરોપસર ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.